android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Venezuela Oil Purchase: વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા અંગે ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યુ?, જાણો

calendar_todayFebruary 20, 2026

Venezuela Oil Purchase: વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા અંગે ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યુ?, જાણો


વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી પર ભારતનુ મત રજૂ કર્યુ છે.

ભારત-અમેરિકા વેપાર સંબંધ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે, ભારત-અમેરિકા વેપાર સંબંધ મામલે સંયુક્ત નિવેદનબાજી સકારાત્મક હતી. જેને ધ્યાનમાં રાખીને આગામી અઠવાડિયામાં ભારતના નેગોશિએટર અમેરિકા જશે. તેનો અર્થ એ છે કે, ભારત સ્ટ્રેટેજિક અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને પોતાની જરુરિયાતની વ્યવસ્થા કરે છે. આ બધાની વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, બન્ને દેશે મળીને એવું ટ્રેડ અગ્રીમેન્ટ બનાવ્યુ છે જે અર્થતંત્રને ફાયદો આપશે.

ભારતે પોતાનું મત કર્યુ રજૂ

ફિલિસ્તીન મુદ્દે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. પ્રવક્તાએ કહ્યુ હતુ કે, હાલમાં જાહેર કરાયેલા ઇન્ડિયા-અરબ લીગ મંત્રીસ્તરીય સંયુક્ત નિવેદનમાં બન્ને પક્ષ મધ્ય-પૂર્વમાં ન્યાય, વેપાર અને સ્થાયી શાંતિ માટે આંતરરાષ્ટ્રીય કાયદો, સંયુક્ત રાષ્ટ્રના પ્રપોઝલ અને અરબ પીસ ઇનિશિએટિવ અનુસાર કમિટેડ છે.

સુરક્ષા પરિષદના પ્રસ્તાવ હેઠળ પ્રયાસોનું સમર્થન

આ નિવેદનમાં 1967ની સરહદોને આધારે ઇન્ડિપેન્ડન્ટ અને સંપ્રભુ ફિલિસ્તાની રાજ્યની સ્થાપનાનું સમર્થન કર્યુ છે. જે ઇઝરાયલની સાથે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ બનાવી રાખી શકે છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતે વોશિંગ્ટન ડીસીમાં થયેલા બોર્ડ ઓફ પીસ બેઠકમાં પર્યવેક્ષકના રૂપમાં ભાગ લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા પીસ પ્લાન પહેલ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2803 હેઠળ ચાલી રહેલા પ્રયાસોનું સમર્થન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ 10 ટન કોકીન કરાઇ જપ્ત, અમેરિકાના દબાણ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઇ