calendar_todayJanuary 11, 2026
Vibrant Regional Summit: રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ, DYCM હર્ષ સંઘવીએ કહી આ વાત
ગુજરાતના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજકોટ ખાતે 'વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ'નો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ જગતના 5 હજારથી વધુ દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત બન્યું મેન્યુફેક્ચરિંગ હબ - હર્ષ સંઘવી
કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરી હતી, તેના કારણે આજે ગુજરાતના ચારેય ખૂણા મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે. તેમણે ઉમેર્યું કે, આ સમિટ દરમિયાન 1500થી વધુ MOU (સમજૂતી કરાર) થવાની શક્યતા છે, જે યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. ધોલેરા સ્માર્ટ સિટી અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સ આજે વૈશ્વિક ફલક પર ચમકી રહ્યા છે.
2003માં રોપાયેલું બીજ આજે વટવૃક્ષ બન્યું: હર્ષ સંઘવી
સમિટ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરી હતી, તેના મીઠા ફળ આજે આખું ગુજરાત ચાખી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ગુજરાતના ચારેય ખૂણા આજે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યા છે. ધોલેરા આજે સ્માર્ટ સિટી તરીકે સ્થાપિત થયું છે અને ગિફ્ટ સિટીનું વડાપ્રધાનનું વિઝન પણ સાકાર થયું છે.
રોકાણ માટે ગુજરાત જ કેમ પસંદ? '
ઘણીવાર લોકો પૂછે છે કે, ગુજરાતમાં જ રોકાણ કેમ કરવું?' આ પ્રશ્નનો ઉત્તર આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના મજબૂત રોડ રસ્તા, ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગલક્ષી નીતિઓના કારણે રોકાણકારો માટે ગુજરાત પહેલી પસંદ છે. તેમણે જાહેરાત કરી હતી કે, આ સમિટમાં 1500થી વધુ MOU (સમજૂતી કરાર) થવાની અપેક્ષા છે, જે સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે.
https://x.com/ians_india/status/2010280271229427986
વિવિધ વિષયો પર મંથન
11 થી 15 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સમિટમાં બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ અને MSME સેક્ટર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સિરામિક, ઓટોમોબાઈલ અને મત્સ્ય ઉદ્યોગમાં રહેલી તકો વિશે પણ રાઉન્ડ ટેબલ ચર્ચાઓ કરવામાં આવશે. સમિટમાં ટ્રેડ શો, પ્રદર્શન, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ અને રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે, જે સૌરાષ્ટ્રના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ પણ વાંચો - Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો