android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
viral singer India : સોશિયલ મીડિયા પર રાતોરાત બનેલી સ્ટાર, આજે તેની હાલત જાણીને ચોંકી જશો

calendar_todayFebruary 8, 2026

viral singer India : સોશિયલ મીડિયા પર રાતોરાત બનેલી સ્ટાર, આજે તેની હાલત જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સામાન્ય વ્યક્તિનું જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે. પરંતુ ઘણીવાર આ ચમક લાંબા સમય સુધી ટકતી નથી. આવી જ એક સત્યઘટના રાનુ મંડલની છે, જે 2019માં એક વાયરલ વીડિયોથી દેશભરમાં જાણીતી થઈ ગઈ હતી. આજે વર્ષો પછી ફરી એકવાર લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે—રાનુ મંડલ હવે ક્યાં છે અને કેવી હાલતમાં છે?

2019માં થયા હતા ફેમસ

ઓગસ્ટ 2019માં પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર રાનુ મંડલ “એક પ્યાર કા નગ્મા હૈ” ગીત ગાતી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ તેમનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. થોડા જ સમયમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો અને રાનુ મંડલ રાતોરાત ચર્ચામાં આવી ગઈ. લોકો તેમના અવાજથી પ્રભાવિત થયા અને મીડિયા પણ તેમની તરફ કરવા લાગ્યા હતા.

અનેક રિયાલીટી શોમાં પણ બોલાવવામાં આવ્યા

વાયરલ થયા પછી રાનુ મંડલને અનેક રિયાલિટી શોમાં બોલાવવામાં આવી. જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ તેમના અવાજથી પ્રભાવિત થઈને પોતાની ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” માટે તેમને ગીત ગાવાની તક આપી. “તેરી મેરી કહાની” જેવા ગીતો દ્વારા તેમને ઓળખ અને નામ મળ્યું છે. આ સમય દરમિયાન ઘણા વર્ષો પછી તેમની પુત્રી પણ તેમની સાથે ફરી જોડાઈ હતી. થોડા સમય માટે એવું લાગતું હતું કે રાનુ મંડલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

2019ના અંતમાં એક વીડિયો

પરંતુ સોશિયલ મીડિયાની ખ્યાતિ જેટલી ઝડપથી મળે છે, એટલી જ ઝડપથી ઘટી પણ જાય છે. 2019ના અંતમાં એક વીડિયો સામે આવ્યો જેમાં કહેવાયું કે તેમણે એક ચાહકને અવગણ્યું હતું. ત્યારબાદ તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો અને ધીમે ધીમે તેમની ચર્ચા ઓછી થવા લાગી. 2022માં તેમણે બાંગ્લાદેશના હીરો આલમ સાથે એક ગીત કર્યું, પરંતુ ત્યારબાદ તેઓ ફરી શાંત થઈ ગઈ.

વીડિયોમાં જોવા મળતી સ્થિતિ ખૂબ જ ગંભીર

તાજેતરમાં એક યુટ્યુબર રાણાઘાટ સ્થિત તેમના ઘરે મળવા ગઈ હતી. વીડિયોમાં દેખાતી સ્થિતિ ખૂબ જ દુઃખદ જણાઈ—ઘર જર્જરિત, આસપાસ કચરો અને ગરીબીની છાપ સ્પષ્ટ દેખાતી હતી. કહેવામાં આવે છે કે રાનુ મંડલ હવે ઘણી બાબતો ભૂલી જાય છે અને ક્યારેક વિસંગત વાતો પણ કરે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, તેઓ ઘણીવાર અન્ય લોકો પર નિર્ભર રહે છે—ક્યારેક કોઈ ભોજન આપે છે તો ક્યારેક થોડા પૈસા.

સોશિયલ મીડિયાની અસલી હકીકત

આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અસલી હકીકત બતાવે છે કે માત્ર વાયરલ થવું જ સફળતા નથી. લાંબા સમય સુધી ટકી રહેવા માટે યોગ્ય માર્ગદર્શન, સપોર્ટ અને સ્થિરતા જરૂરી છે. રાનુ મંડલની કહાની એ સંદેશ આપે છે કે ખ્યાતિ ક્ષણિક હોઈ શકે છે, પરંતુ જીવનની હકીકત અલગ હોય છે. આજે રાનુ મંડલ પાસે ન તો પહેલાની જેમ ચમક છે અને ન જ મોટી ચર્ચા

આ પણ વાંચો : Onion Cutting Tips: રડ્યા વિના ડુંગળી કાપવાની સરળ અને અસરકારક ટિપ્સ