calendar_todayFebruary 18, 2026
Viral Video : એક ઝટકામાં દુલ્હન પર 8.5 કરોડ વરસાવ્યા !
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થવામાં વધારે સમય લાગતો નથી. કોઈ એક નાનો વીડિયો, અધૂરી માહિતી સાથે વાયરલ થઇ જાય છે. જેના કારણે લોકો તે વીડિયોને સત્ય માનીને ફોરવર્ડ કરવા માંડે છે. તાજેતરમાં એવો જ એક પંજાબી લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
વાયરલ વીડિયોમાં શું છે ?
વાયરલ વીડિયોમાં દુલ્હન પર નોટો ઉડતી દેખાતી હતી. દાવા કરવામાં આવ્યા કે વરરાજાના પરિવાર દ્વારા દુલ્હન પર એક ઝટકામાં 8.5 કરોડ રૂપિયા વરસાવવામાં આવ્યા. આ સાંભળીને લોકો અચંબામાં પડી ગયા. ઘણા લોકોએ આ લગ્નને “શોખીન લોકોનું લગ્ન” તો કેટલાકે “પૈસાનો દેખાડો” કહીને ચર્ચા શરૂ કરી દીધી.
મામલો અલગ જ..
પરંતુ જ્યારે આ મામલાની સાચી તપાસ થઈ, ત્યારે હકીકત કંઈક અલગ જ સામે આવી. લગ્ન સાથે જોડાયેલા પરિવારજનો અને ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમે સ્પષ્ટ કહ્યું કે 8.5 કરોડ રૂપિયા ઉડાવવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. વાસ્તવમાં લગ્ન દરમિયાન માત્ર 2 થી 4 લાખ રૂપિયા જેટલી નકદી (થોડા ડોલર સાથે) જ વપરાઈ હતી.
14 ફેબ્રુઆરીના રોજ લગ્ન યોજાયા હતા
આ લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. પંજાબી લગ્નોમાં વર્ષોથી ચાલતી એક પરંપરા છે, જેને “નકદી ઉડાવવાની રસમ” કહેવામાં આવે છે. આ રસમ દરમિયાન ખુશી વ્યક્ત કરવા માટે થોડા પૈસા ઉડાવવામાં આવે છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે વીડિયો વાયરલ થતાં લોકોએ આ પરંપરાને કરોડોની સ્ટોરી બનાવી દીધી.
" data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">
સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર ઘણી વખત વીડિયો એડિટિંગ, કેમેરા એંગલ અને લોકોની ધારણાઓના કારણે હકીકત વધારે મોટી દેખાય છે. અહીં પણ એવું જ બન્યું. થોડા નોટો ઉડાવવાના દૃશ્યને કરોડોની ઘટના તરીકે રજૂ કરવામાં આવી.
આ પણ વાંચો : Taliban : રમઝાનમાં તાલિબાનની મોટી રાહત, સાઉદી મધ્યસ્થીથી ત્રણ પાકિસ્તાની સૈનિકો મુક્ત