android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Viral Video: ચાલતી ટ્રેનમાં મુસાફરે દીવો પ્રગટાવ્યો અને પછી...જુઓ Video

calendar_todayJuly 27, 2026

Viral Video: ચાલતી ટ્રેનમાં મુસાફરે દીવો પ્રગટાવ્યો અને પછી...જુઓ Video

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ટ્રેનના 3AC કોચમાં બની હતી. જ્યાં એક મુસાફરે પોતાની ઉપરની બર્થ પર બેસીને માત્ર પ્રાર્થના જ નહીં, પણ ટ્રેન ચાલુ હતી ત્યારે ખુલ્લેઆમ માટીના કોડીયામાં દીવો પણ પ્રગટાવ્યો. આ બનાવથી આસપાસના મુસાફરો સ્તબ્ધ થઇ ગયા અને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. પરંતુ આ વ્યક્તિ તો ટસનો મસ ન થયો. તેણે દીવો બુઝા્વ્યો નહી.

ટ્રેનમાં પ્રગટાવ્યો દીવો ! 

આ વીડિયોએ ઓનલાઈન ચર્ચા જગાવી છે, જેનાથી પ્રશ્ન ઉઠ્યો છે કે શું લોકોમાં સિવિક સેન્સ નથી. રેલ્વેના નિયમો અનુસાર, માચીસ કે લાઇટરનો ઉપયોગ, અથવા ટ્રેનની અંદર કોઈપણ ખુલ્લી જ્યોત પ્રગટાવવાની સખત મનાઈ છે.  કારણ કે ટ્રેનની અંદરની વસ્તુઓ  જેમ કે બર્થ, ચાદર, ધાબળા અને પડદા  ખૂબ જ જ્વલનશીલ હોય છે. પરિણામે, ચાલતી ટ્રેનમાં આ રીતે દીવો પ્રગટાવવો એ આફતને આમંત્રણ આપવા બરાબર છે. 

ટ્રેનમાં થયો હોબાળો પણ મુસાફર તો ટસનો મસ ન થયો

વાયરલ ક્લિપમાં, એક મુસાફર ઉપરની બર્થ પર બેઠો હોય ત્યારે સ્પષ્ટપણે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતો જોઈ શકાય છે. નજીકના લોકોએ તેને વારંવાર રોકવા માટે વિનંતી કરી, ચેતવણી આપી કે ફાયર એલાર્મ વાગી શકે છે. બીજા મુસાફરે ટિપ્પણી કરી કે જ્યારે ધૂપદાની પહેલાથી જ બુઝાઈ ગઈ હતી, ત્યારે આ દીવો પણ બુઝાવી દેવો જોઈએ. આમ છતાં, તે માણસ અડગ રહ્યો.

આ ઘટના X (અગાઉ ટ્વિટર) પર @JharkhandRail હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ સંદેશ કોઈપણ ધર્મ કે આસ્થા વિરુદ્ધ નથી પરંતુ ફક્ત જાહેર સલામતી અંગે યાદ અપાવે છે.

સોશિયલ મીડિયા પર જાહેર આક્રોશ ફાટી નીકળ્યો

વીડિયો રિલીઝ થયા પછી, ટિપ્પણી વિભાગ વપરાશકર્તાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓથી ભરાઈ ગયો છે. એક યુઝરે લખ્યું, "હે ભગવાન! આવા લોકોને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજાએ સૂચન કર્યું, કે દંડ લાદવો જોઇએ અને  પછી જેલમાં મોકલવો જોઇએ.  ત્રીજા યુઝરે ટિપ્પણી કરી કે તેણે સિવિક સેન્સની એસી કી તૈસી કરી દીધી. 

Disclaimer: આ વાયરલ વીડિયો છે. સંદેશ ન્યૂઝ ડિઝિટલ અહીં આપેલી માહિતીની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો: Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ