android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Viramgam: હાંસલપુર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 1 શખ્સ પકડાયો

calendar_todayFebruary 18, 2026

Viramgam: હાંસલપુર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 1 શખ્સ પકડાયો

અમદાવાદ જિલ્લામાં વિરમગામ શહેર બાયપાસ હાઈવે માર્ગ પર હાંસલપુર ચોકડી પાસેથી ગ્રામ્ય પોલીસે મંગળવારે રાત્રે માળીયા તરફ્ જતી મહારાષ્ટ્ર પારસિંગની એક ટ્રક રોકીને રૂ. 52.06 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને કુલ રૂ. 62.11 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

વિરમગામ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેકટર કે. આઈ. જાડેજા ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન અમદાવાદ તરફ્ માર્ગેથી વિરમગામ બાયપાસ હાંસલપુર ચોકડી થઈ કચ્છના માળીયા તરફ્ જવા મહારાષ્ટ્ર પારસિંગની વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક પસાર થવાની બાતમી મળી હતી.જેથી પોલીસે નાકાબંધી કરી હતી. પ્રાપ્ત માહિતી વાળી ટ્રક આવતા રોકીને તપાસ કરાઈ હતી.ટ્રકમાં શાકભાજી અને ભુસાના કોથળા હતા. જેની આડ માંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તુરંતજ રાજુ તમ્માં ખાંડેકર રહેવાસી વકીલ કોલોની, ઇન્દિરાનગર,તા. મીરાજ, જી.સાંગાલી મહારાષ્ટ્રના વ્યક્તિની ધરપકડ કરી હતી.ટ્રક માંથી કુલ 23,664 નંગ બોટલ મળી કુલ 52,06,080 કિંમતનો વ્હિસ્કી ,બિયરનો જથ્થો તેમજ ટ્રક અને એક મોબાઈલ મળી કુલ 62,11,080 કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. વિરમગામ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલેખનીય રહેશે છેલ્લા એક સપ્તાહ દરમ્યાનમાં જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આ ત્રીજી મોટી સફ્ળતા વિરમગામ ગ્રામ્ય પોલીસને મળી છે.ત્રણે બનાવ મળી પોલીસે કુલ 70,45,000 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam