android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

calendar_todayJanuary 1, 2026

Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં 30થી વધુ દારૂ પીધેલા ઝડપાયા હતા અને 31 ડિસેમ્બરને લઈ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, વિરમગામ શહેર અને નળસરોવર પોલીસે પીધેલાઓને ઝડપી પાડયા હતા, તો મોડી રાત સુધી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિરમગામ પોલીસે ઠગ ટોળકીના એક સાગરીતને દબોચી લીધો

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધ ચલાવાઈ રહી છે.

પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા

૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું.


આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ