android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ

calendar_todaySeptember 9, 2026

Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ

વ્યારા : વ્યારાના બાલપુર ગામમાં પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજૂર થયેલી સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કની કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ થતા હાલમાં સંરક્ષણ દીવાલમાં તિરાડો પડતા પાણીના લીકેજ થઇ રહ્યું હોય, જળસંચયના હેતુ માટેની અંદાજીત રૂ.25.66 લાખની યોજનાની કામગીરીમાં ગેરરીતિથયાના ગંભીર આક્ષેપ સાથે તપાસની માંગણી કરવામાં આવી છે.

વ્યારા તાલુકાના બાલપુર ગામમાં સરકારી તળાવના સુરક્ષા કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલ્સના ઉપયોગ અંગેના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સભ્ય દ્ધારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજુર થયેલા રૂપિયા 25,66,000 ના ખર્ચે બનેલા સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કનું કામ પુર્ણ થયાને હજુ ગણતરીના માસ થયા છે, ત્યાં તો સુરક્ષા દીવાલમાં મોટી તિરાડો પડી ગઇ છે અને પાણીનું લીકેજ શરૂ થઇ ચુક્યું છે. રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે કોન્ટ્રાકટર વિરકુમાર ચૌધરી અને જવાબદાર ઇજનેરોની મિલીભગતથી સ્ટ્રકચરલ નિયમોનું ઉલ્લંઘન કરી ઉતાવળીયું કામ પાસ કરી દેવાયું છે. જળસ્ટોરેજનો હેતુ જળવાયો નથી, સરકારી નાણાંનો દુરપયોગ થયો છે. સમગ્ર યોજનાની તપાસ વિજિલન્સ ટીમ દ્ધારા કરાવવામાં આવે તેમજ તકલાદી કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી ડિપોઝિટ જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવાની માંગણી સાથે જો પગલાં ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો