android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Wadhwan: વઢવાણમાં હોર્ન મારવા બાબતે એસ.ટી.બસના ચાલકને 4 શખ્સોએ માર માર્યો

calendar_todayMay 5, 2026

Wadhwan: વઢવાણમાં હોર્ન મારવા બાબતે એસ.ટી.બસના ચાલકને 4 શખ્સોએ માર માર્યો

ગઢડાથી માતા મઢ જતી એસ.ટી.બસ વઢવાણના શીયાણીપોળથી બસ સ્ટેશન તરફ જતી હતી. ત્યારે રસ્તામાં કાર નડતરરૂપ હોઈ બસના ડ્રાઈવરે હોર્ન મારતા કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ બસના ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે રહેતા 40 વર્ષીય પંકજકુમાર મોહનભાઈ સાગઠીયાગઢડા એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તા. 30-4ના રોજ સાંજે તેઓ ગઢડા-માતાના મઢ રૂટની બસ લઈને રવાના થયા હતા. જેમાં સાંજના 8-30 કલાકે વઢવાણ શિયાણી પોળથી બસ સ્ટેશન તરફ જતા હતા. ત્યારે રસ્તામાં એક કાળા કલરની કાર ઉભી હોઈ તેઓએ બસ થોભાવી હોર્ન માર્યો હતો. આ સમયે કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ પંકજકુમાર સાથે બોલાચાલી કરી 2 શખ્સોએ ડ્રાઈવરની કેબીનમાં ધસી જઈ માર માર્યો હતો. અને યુનીફોર્મ ફાડી નાંખ્યો હતો. આ સમયે બસના કંડકટર વચ્ચે પડતા ચારેય શખ્સો હવે અહીંથી નીકળીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવમાં 108 દ્વારા પંકજકુમારને સારવાર માટે પ્રથમ વઢવાણ સીએચસી અને બાદમાં સી.યુ.શાહ મેડિકલ હોસ્પીટલ લઈ જવાયા હતા. પંકજકુમારે ઘરમેળે તપાસ કરતા આ ચારેય વઢવાણના નવીન સોલંકી, પ્રફુલ્લ સોલંકી, મીતેશ સોલંકી અને પંકજ પારધી હોવાનું સામે આવ્યુ હતુ. આથી પંકજકુમારે તા. 1-5ના રોજ મોડી સાંજે ચારેય સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ યુ.બી.ગોહીલ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો