calendar_todayMay 7, 2026
Waghodia: જુગાર રમતા બે ઇસમો ઝડપાયા, ત્રણ ફરાર થઈ ગયા
વાઘોડિયા તાલુકાના રુસ્તમ પુરા ગામે નાયક ફળિયા ની સામે આવેલ કેનાલ પાસે જાડી જાખરાની આદ માં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેની માહિતી વાઘોડિયા પોલીસને મળતા પોલીસે સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા બે ઇસમો રંગે હાથ ઝડપાયા હતા તથા સ્થળ ઉપરથી ત્રણ ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતાં.
જેમાં ઝડપાયેલા ઈસમોમાં મોહન ભરતભાઈ ગોહિલ રહે રૂસ્તમપુરા ગામ નાયક ફળિયુ તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા તથા રતિલાલ નરસીભાઇ રાઠવા રહે 25 ગામ ફળિયું તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર ના ઓ ની પાસેથી પોલીસે અંગ જડતીના રોકડા રૂપિયા 7700 તથા દાવ ઉપર મુકેલા 3040 મળી કુલ રૂપિયા 10,740 ના મુદ્દા માલ સાથે બે ઈસમોને ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તેમજ સ્થળ ઉપરથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા ઈસમોમાં પૂનમ ઉર્ફે પુનો અમરસિંહ રાઠવા તથા પ્રવીણ કાલિદાસ તડવી તથા મહેન્દ્ર ભયજીભાઈ ભીલ રહે ગોવિંદપુરા ગામ તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા નાઓની પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો