android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather News: અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું

calendar_todayApril 23, 2026

Weather News: અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું

ગુજરાતમાં આજે ગરમીનું જોર વધશે. તાપમાનનો પારો આજે 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 38.2, કંડલામાં 38, વડોદરામાં 39.4 અને સુરતમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.

29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર

અમદાવાદમાં ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે. ત્યારે આજથી 29 એપ્રિલ સુધી અમદાવાદ મહાનગર પાલિકાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી પાર પહોંચશે. મહાનગર પાલિકાએ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 24થી 26 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. સવારે ગરમી અને રાત્રે ઉકળાટ રહેશે. રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 26 એપ્રિલે રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

149 વર્ષ બાદ દેશમાં ભારે ગરમીની આગાહી

દેશમાં છેલ્લા 149 વર્ષ બાદ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે. આ વર્ષે તાપમાન 48થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની સૌથી વધુ અસર વર્તાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ Local body election: માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન, હવે ખેલાશે ત્રિપાંખીયો જંગ