android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું

calendar_todayMarch 28, 2026

Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું

કેશોદમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 38.9, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી, અમદાવાદમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, સુરતમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આંધી અને ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને વરસાદ પડવાની શકયતાઓ છે, ઓમાન તરફના દરિયામાં ન જવા માછીમારોને સૂચના આપવામાં આવી છે અને પવનની ગતિ 45થી 65 કિમી રહેવાની સંભાવના છે.

એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત : IMD

એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે તેવું અનુમાન India Meteorological Departmentનું છે, અમુક વિસ્તાર સિવાય તાપમાન સામાન્ય રહેશે અને 24 કલાક પછી તાપમાનમાં ઘટાડો થશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને 29, 30 માર્ચ માટે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વાવાઝોડા અને વીજળીનું એલર્ટ જાહેર કરાયું છે અને હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે

આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી

૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે

એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. દરમિયાન, 28 માર્ચ, 2.26ની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી