android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી

calendar_todayJanuary 9, 2026

Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત છે, જેમાં રાજકોટનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી અને ડીસામાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેતા જનજીવન ઠિઠુરાયું છે.

કાતિલ પવન ફૂંકાતા ધ્રૂજ્યું ગુજરાત

જોકે, ઠંડીમાં ધ્રૂજી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યમાં ઠંડીના જોરમાં થોડો ઘટાડો થશે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં હાલ લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી આસપાસ સ્થિર છે, પરંતુ પવનની ગતિને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. બે દિવસ પછી પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતાને પગલે તાપમાનનો પારો થોડો ઊંચકાશે, જેનાથી લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી મુક્તિ મળશે.

આ પણ વાંચો : Vadodara માં બુટલેગરોની અનોખી તરકીબ, બાઈકની પેટ્રોલ ટાંકીમાં 'દારૂખાનું' બનાવી કરી હેરાફેરી