android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

calendar_todayJanuary 2, 2026

Weather News : અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠામાં તીવ્ર ઠંડી પડી શકે છે.

પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર રહશે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે.

વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.

ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.

12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે