android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ

calendar_todaySeptember 18, 2026

Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ

દેશમાંથી ચોમાસાની વિદાય પહેલાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ૧૮ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસું વિદાય લેતી વખતે મેદાની વિસ્તારોમાં સારો વરસાદ છોડી રહ્યું છે, જેના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.

૧૮ રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી મેદાની વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

યુપી અને બિહારમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે વરસાદ

ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચોમાસું અત્યારે પૂરજોશમાં સક્રિય છે. યુપીના ૨૫ જિલ્લાઓ અને બિહારના ૧૮ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. પહેલાથી જ ગંગા નદી અને અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ નવા વરસાદે તંત્રની ચિંતા વધારી દીધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ઠંડીની શરૂઆત

મેદાની વિસ્તારોમાં વરસાદની સાથોસાથ પર્વતીય રાજ્યોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા, હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગ તેમજ ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં સિઝનની પહેલી હિમવર્ષા (બરફવર્ષા) નોંધાઈ છે. આ હિમવર્ષાના કારણે પર્વતીય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને તાપમાન ગગડવાથી વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ગળું પલાળતા વરસાદની પ્રબળ શક્યતા છે. ચોમાસાની આ વિદાય વેળાની બેટિંગે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતો અને તંત્ર માટે ચિંતા પણ વધારી દીધી છે.

આ પણ વાંચોઃ iPhone 18 Pro માટે લોકોમાં ગાંડો ક્રેઝ! દિલ્હીથી મુંબઇ સુધી લોકો રાતથી લોકોએ લગાવી લાંબી લાઇનો