calendar_todayMay 4, 2026
West Bengal Election Result 2026 : ભવાનીપુર સીટ પર મમતા બેનર્જીની કારમી હાર, 15,114 મતથી જીત્યા શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં 200થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, જે રાજ્યની રાજનીતિમાં મોટા પરિવર્તનનું સંકેત આપે છે.
રાજ્યમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો
ત્યારે આ વખતે સૌથી મોટો ઉલટફેર ભવાનીપુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ તેમને 15,114 મતોથી હરાવી ભવ્ય જીત નોંધાવી છે. આ પરિણામોને કારણે રાજ્યમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મમતા બેનર્જીની હારને રાજકીય રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે, કારણ કે ભવાનીપુર બેઠક તેમની મજબૂત ગઢ માનવામાં આવતી હતી.
શુભેન્દુ અધિકારીની જીત ભાજપ માટે મોટી સિદ્ધિ
બીજી તરફ, શુભેન્દુ અધિકારીની જીત ભાજપ માટે મોટી સિદ્ધિ ગણાઈ રહી છે. તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે. આ પરિણામો રાજ્યમાં પરિવર્તનની લહેર દર્શાવે છે. ભાજપની આ આગવી લીડ અને મહત્વપૂર્ણ બેઠકો પર જીત તેને સરકાર બનાવવામાં મજબૂત સ્થિતિમાં મૂકે છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપની આ મજબૂત આગેવાની અને ભવાનીપુર બેઠક પરનો ઉલટફેર રાજ્યની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છે.
આ પણ વાંચો : West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન