android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal Election Result 2026 : આસનસોલમાં TMCની બે ઓફિસમાં કરાઈ તોડફોડ, લગાવી આગ

calendar_todayMay 4, 2026

West Bengal Election Result 2026 : આસનસોલમાં TMCની બે ઓફિસમાં કરાઈ તોડફોડ, લગાવી આગ

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. આસનસોલના બરાબની વિસ્તારમાં TMCના બે પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ અને આગજનીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક ઓફિસ આસનસોલ સિટી બસ સ્ટેન્ડ નજીક અને બીજી ગોધૂલી મોડ પાસે આવેલી હતી. આરોપ છે કે અજાણ્યા તત્વોએ પહેલા ભારે તોડફોડ કરી અને પછી આગ લગાવી દીધી, જેના કારણે મોટું નુકસાન થયું. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. TMC નેતાઓએ આ હુમલાઓ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.

બોલપુરમાં TMC અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ

સાલાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ TMC ઓફિસ પર હુમલો કરીને આગ લગાવાઈ હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. શાંતિ જાળવવા માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ, બોલપુરમાં 'જય શ્રી રામ' અને 'જય બંગલા'ના નારા અંગે TMC અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. કાઉન્ટિંગ સેન્ટર બહાર બંને પક્ષ વચ્ચે ઉગ્ર નારેબાજી બાદ પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી દીધી. કેન્દ્રીય દળોની મદદથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો.

પોલીસ સમગ્ર મામલે કરી રહી છે તપાસ

આ ઉપરાંત આસનસોલ, જામુડિયા અને પશ્ચિમ બર્ધમાનના વિવિધ વિસ્તારોમાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાજકીય તણાવ પહેલાથી જ હતો અને પરિણામો બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : West Bengal Election Result 2026 : ભવાનીપુર સીટ પર મમતા બેનર્જીની કારમી હાર, 15,114 મતથી જીત્યા શુભેન્દુ અધિકારી