android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal Elections 2026: હાઈકોર્ટમાંથી ફટકો પડ્યા બાદ TMC સુપ્રીમમાં, મતગણતરી પહેલા જામશે કાનૂની માહોલ.

calendar_todayMay 1, 2026

West Bengal Elections 2026: હાઈકોર્ટમાંથી ફટકો પડ્યા બાદ TMC સુપ્રીમમાં, મતગણતરી પહેલા જામશે કાનૂની માહોલ.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ એ મતગણતરી પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી પંચના એ નિર્ણય સામે TMC એ વાંધો ઉઠાવ્યો છે જેમાં મતગણતરી કેન્દ્રો પર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા PSU (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ના કર્મચારીઓને જ કાઉન્ટિંગ સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

હાઈકોર્ટના ચુકાદાને પડકારાયો

આ પૂર્વે કલકત્તા હાઈકોર્ટે 30 એપ્રિલના રોજ TMC ની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, કાઉન્ટિંગ સ્ટાફમાં કોની નિમણૂક કરવી તે ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે અને તેમાં કોઈ ગેરરીતિ દેખાતી નથી. હાઈકોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. આ આદેશ વિરુદ્ધ હવે TMC એ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

કાલે સવારે વાગ્યે સુનાવણી

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની સ્પેશિયલ બેન્ચ આવતીકાલે 2જી મે ના રોજ સવારે 10.30 વાગ્યે આ અરજી પર સુનાવણી કરશે. TMC સાંસદ અને વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને બાકાત રાખીને માત્ર કેન્દ્રીય કર્મચારીઓને જ સુપરવાઈઝર બનાવવા એ એકતરફી નિર્ણય છે. નોંધનીય છે કે બંગાળમાં 4 મે ના રોજ મતગણતરી યોજાવાની છે, તે પૂર્વે આ ચુકાદો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.


આ પણ વાંચો---     West Bengal Elections 2026: ગેરરીતિની ફરિયાદો બાદ 15 બૂથ પર 2જી મેના રોજ ફરી મતદાન થશે, ચૂંટણી પંચનો સપાટો