android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
World Economic Forum 2026: દાવોસમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા સંજય કૌલની આગેવાનીમાં ખાસ અભિયાન

calendar_todayJanuary 16, 2026

World Economic Forum 2026: દાવોસમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા સંજય કૌલની આગેવાનીમાં ખાસ અભિયાન

ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC), ગિફ્ટ સિટી, હવે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 માં પોતાની વૈશ્વિક તાકાત બતાવવા તૈયાર છે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ પ્રતિષ્ઠિત બેઠકમાં ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ સંજય કૌલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

વૈશ્વિક દિગ્ગજો સાથે વ્યૂહાત્મક મુલાકાતો

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીને વિશ્વના અગ્રણી નાણાકીય કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. પ્રતિનિધિમંડળ દાવોસમાં આંતરરાષ્ટ્રીય બેંકો, ફંડ મેનેજર્સ, ટેકનોલોજી જાયન્ટ્સ અને નીતિ ઘડનારાઓ સાથે બેઠકો કરશે. ચર્ચાના મુખ્ય કેન્દ્રોમાં ફિનટેક ઇનોવેશન અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC).એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ.ટકાઉ ફાઇનાન્સ (Sustainable Finance) અને ઉભરતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

ભારત માટે પ્રવેશદ્વાર

સંજય કૌલે જણાવ્યું હતું કે, ભારત હાલમાં આર્થિક વિકાસના નિર્ણાયક તબક્કે છે અને વૈશ્વિક રોકાણકારો ભારતીય બજારોમાં ભારે રસ દાખવી રહ્યા છે. દાવોસમાં આ જોડાણ ગિફ્ટ સિટીને વૈશ્વિક મૂડી માટેના 'ગેટવે' તરીકે રજૂ કરવાની સુવર્ણ તક છે. IFSCAના અધિકારીઓની હાજરી સાથે, પ્રતિનિધિમંડળ ગિફ્ટ સિટીના અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનકારી માળખાની વિગતો વૈશ્વિક મંચ પર રજૂ કરશે.

કેમ મહત્વની છે આ મુલાકાત?

ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) એવું ગિફ્ટ સિટી દેશના આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર તરીકે સતત ઉભરી આવ્યું છે, જે ભારતના અધિકારક્ષેત્રમાં નાણાંકીય સેવાઓ, નવીનતા અને દુનિયાભરમાં કામગીરી માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. દાવોસમાં યોજાનારી આ મુલાકાતો રોકાણ માટેની પહોંચ, ભાગીદારી બનાવવા અને લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગને ટેકો આપશે તેવી અપેક્ષા છે, જે ભારતના વિકસતા વૈશ્વિક આર્થિક જોડાણમાં ગિફ્ટ સિટીની ભૂમિકાને મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી આગાહી