android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News: રવિ સીઝન પહેલાં જગતનો તાતની વધી ચિંતા, NPK ખાતરની થેલીમાં તોતિંગ વધારો
calendar_today October 16, 2026

Agriculture News: રવિ સીઝન પહેલાં જગતનો તાતની વધી ચિંતા, NPK ખાતરની થેલીમાં તોતિંગ વધારો

ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવિ સીઝનની શરૂઆત પહેલા જ રાસાયણિક ખાતર NPK ના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ઇફ્કો (IFFCO) દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો વધારો ઝીંકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના બજેટ પર સીધી અસર પડશે.રાસાયણિક ખાતર NPK ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈફ્કોએ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો હોવાનો દાવો છે. પ્રતિ થેલી રૂ. 500 નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોએ 1950 ની જગ્યાએ હવે પ્રતિ થેલી 2450 રૂપિયા ચૂકવવા પડશે. ખેડૂતો પહેલેથી જ ખેતીના વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા વધારાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.ખેડૂતોની પોતાની કંપની ગણાતી ઇફકો (IFFCO) દ્વારા NPK ખાતરની પ્રતિ થેલીના ભાવમાં રૂ. 500નો વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ 1,950માં મળતી NPK ખાતરની થેલીનો ભાવ વધીને હવે રૂ 2,450 થયો છે. આ ભાવ વધારાને લઈને ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે વિરોધ નોંધાવ્યો છે.  NPK ખાતરની થેલીમાં રૂ.500નો વધારો!ખેડૂતો માટે રાસાયણિક ખાતર ખેતીનો એક મહત્ત્વનો ખર્ચ છે. NPK ખાતરના ભાવમાં પ્રતિ થેલી રૂ. 500નો વધારો થતાં ખેડૂતોના કુલ ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને આ ભાવ વધારાની સીધી અસર પડશે. રવિ સીઝનની શરૂઆતના સમયે ખાતરના ભાવ વધવાથી ખેડૂતોના બજેટ પર વધારાનું ભારણ આવી શકે છે.રવિ સીઝન પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારોરવિ સીઝનમાં વિવિધ પાકોના વાવેતર અને ઉછેર માટે ખેડૂતોને ખાતરની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ખાતરના ભાવમાં મોટો વધારો થવાથી ખેતીનો ખર્ચ વધવાની ભીતિ છે. બિયારણ, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને મજૂરીના ખર્ચ વચ્ચે ખાતર પણ મોંઘું થતાં ખેડૂતોના નફા પર અસર થઈ શકે છે. ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે આ ભાવ વધારા સામે વિરોધ નોંધાવી ખેડૂતો પર પડનારા આર્થિક ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.સબસિડીમાં ઘટાડાથી ખેડૂતોની મુશ્કેલીખાતરના ભાવ વધારાની સાથે સબસિડીનો મુદ્દો પણ મહત્ત્વનો બન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા અને DAP સહિતનાં ખાતરો પર સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. જોકે, ખાતરોની સબસિડી અને તેની વાસ્તવિક અસર ખાતરના પ્રકાર તથા સરકારની નીતિ પર આધારિત હોય છે. પોટાશ જેવા ખાતરોની આયાત કિંમતમાં વધારો અને સબસિડીમાં ઘટાડો થાય તો ખેડૂતો માટે ખાતર ખરીદવું વધુ મોંઘું બની શકે છે.ખેતીનો ખર્ચ વધતાં ખેડૂતોને રાહત આપવાની માગખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિ સીઝન પહેલાં ખાતર મોંઘું થવાથી ખેડૂતોને વાવેતર માટે વધુ મૂડી ખર્ચવી પડી શકે છે. આવી સ્થિતિમાં ખાતરના ભાવ પર નિયંત્રણ રાખવા અને ખેડૂતોને પોસાય તેવા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.આ પણ વાંચો: Kutchમાં વિદેશી દારૂની ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, સામખીયાળી પોલીસે રૂ.15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત!

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: ભરૂચ સાયખાની સિનઝીલ ફાર્મા કંપનીમાં રિએક્ટર ફાટ્યું, 1નું મોત
calendar_today October 16, 2026

Gujarat Latest News Updated: ભરૂચ સાયખાની સિનઝીલ ફાર્મા કંપનીમાં રિએક્ટર ફાટ્યું, 1નું મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
WAR ROOM :  ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વીજ સંકટની સ્થિતિ!
calendar_today October 16, 2026

WAR ROOM : ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વીજ સંકટની સ્થિતિ!

Read Full Story arrow_forward