android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
'ઇચ્છામૃત્યુ'ની પરવાનગીના 10 દિવસ બાદ Harish Ranaએ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
calendar_today March 24, 2026

'ઇચ્છામૃત્યુ'ની પરવાનગીના 10 દિવસ બાદ Harish Ranaએ AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઇચ્છા મૃત્યુ માટે પરવાનગી આપી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં તેમનો લાઇફ સપોર્ટ સ્ટેપ-વાઇઝ દૂર કરાયા હતા. ઈચ્છામૃત્યુની મંજૂરી નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ માટે પરવાનગી મેળવનાર ભારતના પ્રથમ વ્યક્તિ હરીશ રાણાનું મંગળવારે AIIMSમાં અવસાન થયું. તેઓ 2013 થી કોમામાં હતા અને છેલ્લા 13 વર્ષથી લાઇફ સપોર્ટ પર હતા. 31 વર્ષીય હરીશ રાણાને 14 માર્ચે ગાઝિયાબાદ સ્થિત તેમના ઘરેથી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ રોટરી કેન્સર હોસ્પિટલના પેલિએટિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા, 11 માર્ચના રોજ, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં તેમને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. 2013થી હતા કોમામાં હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેકના વિદ્યાર્થી હતા. 2013માં ચોથા માળેથી પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી તેઓ કોમામાં હતા. આ સમય દરમિયાન, તેમને કૃત્રિમ પોષણ સહાય અને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયા પછી, ડોકટરોની દેખરેખ હેઠળ તેમનો પોષણ સહાય ધીમે ધીમે ઘટાડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે AIIMSને દર્દીની ગરિમા જાળવી રાખવા માટે, આયોજિત સમયપત્રક અનુસાર જીવન સહાય પ્રણાલીઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. 'ઈચ્છામૃત્યુ' માટે ઉદાહરણરૂપ દાખલો આ સમગ્ર પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે ડૉ. સીમા મિશ્રાના નેતૃત્વમાં ખાસ તબીબી ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં ન્યુરોસર્જરી, ઓન્કો-એનેસ્થેસિયા, પેલિએટિવ મેડિસિન અને મનોચિકિત્સા વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ હોવાનું માનવામાં આવે છે, જે ઈચ્છામૃત્યુ માટે એક નવો દાખલો બેસાડે છે. આ પણ વાંચોઃ યુદ્ધ માટે સબમરીનની તૈયારીમાં ચીન, ત્રણ મહાસાગરમાં મૈપિંગ માટે જહાજો અને સેંસરો લાગ્યા કામે 

Read Full Story arrow_forward
Pakistan-China રહેશે કંટ્રોલમાં, સરહદ પર પિનાકાની સાતમી રેજિમેન્ટ કરાઈ તૈનાત
calendar_today March 24, 2026

Pakistan-China રહેશે કંટ્રોલમાં, સરહદ પર પિનાકાની સાતમી રેજિમેન્ટ કરાઈ તૈનાત

ભારતીય સેનાએ પોતાના ફાયર પાવરને વધુ મજબૂત કરવા માટે પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર (MBRL)નું સાતમું રેજિમેન્ટ તૈનાત કરી દીધું છે. હવે ભારતીય સેનાની પાસે કૂલ 7 પિનાકા રેજિમેન્ટ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આઠમું રેજિમેન્ટ પણ આ વર્ષના અંત સુધી પુરી રીતે તૈયાર થઈ જશે. આગામી વર્ષે વધુ 2 રેજિમેન્ટ સામેલ થવાની સંભાવના છે, ત્યારબાદ કૂલ સંખ્યા 10 થઈ જશે. સેનાનું લક્ષ્ય 22 પિનાકા રેજિમેન્ટ તૈનાત કરવાનું છે, આ સિસ્ટમે ગયા વર્ષે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરી દીધી હતી.પિનાક શું છે અને કેમ છે ખાસ? પિનાકાને DRDOએ વિકસિત કર્યું છે. જે ભારતની પોતાની મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું મુખ્ય કામ દુશ્મનના ઠેકાણાઓને ખુબ જ ઓછા સમયમાં વધારે માત્રામાં રોકેટ છોડવાનું છે. અગાઉના પિનાકાની રેન્જ 40 કિલોમીટર હતી પણ નવી ગાઈડેડ પિનાકા અને લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટ 90 કિલોમીટર સુધી સટીક નિશાનો લગાવી શકે છે. એક સેલ્વોમાં તે 12 રોકેટ માત્ર 44 સેકન્ડમાં છોડી શકે છે. સેનાનું પોતાની આર્ટિલરી ક્ષમતાને વધારવા પર ખાસ ધ્યાન પિનાકા રેજિમેન્ટસને ભારત-પાકિસ્તાન સરહદ અને LAC બંને જગ્યા પર તૈનાત કરવામાં આવ્યું છે. ગલવાન સંઘર્ષ બાદ સેનાએ પોતાની આર્ટિલરી ક્ષમતાને વધારવા પર ખાસ ધ્યાન આપ્યું. જેના માટે 2580 કરોડના કરાર હેઠળ ભારત અર્થ મુવર્સ લિમિટેડ હવે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ અને લાર્સન એન્ડ ટુબ્રોને 6 રેજિમેન્ટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. હવે સાતમું રેજિમેન્ટ પણ સરહદ પર તૈનાત થઈ ગયું છે. સેનાનું લક્ષ્ય છે કે ભવિષ્યમાં પિનાકા તરફથી એડવાન્સ અને લાંબી રેન્જની મિસાઈલ સામેલ કરવામાં આવે, તેનાથી ભારતીય સેનાની ડીપ સ્ટ્રાઈક કેપેબિલિટી ખુબ વધી જશે. વિશેષજ્ઞનું કહેવું છે કે પિનાકા હવે ભારતીય આર્ટિલરીનું બેકબોન બની ચૂક્યું છે. આ પણ વાંચો : Petrol-Diesel મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું 'પેનિક ખરીદી કરવાની જરૂર નથી, પુરતો જથ્થો ઉપલબ્ધ' 

Read Full Story arrow_forward
Bhavnagar News: ઉમરાળાના પરવાળા ગામે શિકારની શોધમાં નીકળેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો
calendar_today March 24, 2026

Bhavnagar News: ઉમરાળાના પરવાળા ગામે શિકારની શોધમાં નીકળેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે વન્ય પ્રાણી દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વાડી વિસ્તારમાં શિકારની શોધમાં ભટકી રહેલો એક દીપડો અચાનક અંધારામાં અથવા ગફલતમાં ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. કૂવામાંથી અવાજ આવતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને દીપડાને કૂવામાં પડેલો જોઈ સમગ્ર પંથકમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. દીપડો કૂવામાં હોવાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પરવાળા ગામે દીપડો કુવામાં ખાબક્યો આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા, વિભાગની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે પરવાળા ગામ જવા રવાના થઈ હતી. દીપડો કૂવામાં હોવાથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. ગ્રામજનોમાં કુતૂહલની સાથે સાથે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વાડી વિસ્તારોમાં દીપડાની લટારને પગલે ખેડૂતો હવે રાત્રિના સમયે ખેતરે જતાં ડરી રહ્યા છે. વન વિભાગની રેસ્ક્યુ ટીમ પરવાળા ગામ જવા રવાના વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા લોકોને કૂવાની આસપાસ ભીડ ન કરવા સખત સૂચના આપી છે. વન વિભાગે જણાવ્યું છે કે લોકોના દેકારાથી વન્ય પ્રાણી વધુ ઉશ્કેરાઈ શકે છે અથવા ગભરાઈ શકે છે, જે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ ઊભો કરી શકે છે. હાલમાં સ્થળ પર શાંતિ જાળવવા અને દીપડાને સહીસલામત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward