android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: દેશના 15 રાજ્યમાં આગામી 5 દિવસ માટે આંધી, તોફાન અને વરસાદની IMDની આગાહી
calendar_today March 23, 2026

Weather Update: દેશના 15 રાજ્યમાં આગામી 5 દિવસ માટે આંધી, તોફાન અને વરસાદની IMDની આગાહી

ઘણા વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ વીજળી પડવાની અને ઓલાવૃષ્ટિ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ અસ્થિર હવામાનને કારણે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય મુશ્કેલ બની શકે છે, કારણ કે પાકને નુકસાન થવાનો ભય છે.ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા  ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ચિંતાજનક છે. ખેતરોમાં ઉભા પાકને તેજ પવન, વરસાદ અને ઓલાવૃષ્ટિના કારણે નુકસાન થવાની શક્યતા છે. ઘઉં, સરસવ અને દાળ જેવી પાકો હાલ પાકવાની સ્થિતિમાં છે, તેથી આ હવામાન બદલાવ આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.આ વખતે હવામાને અચાનક પલટો લીધો આ પરિસ્થિતિમાં દેશભરના હવામાન પર નજર રાખવી ખૂબ જરૂરી છે, જેથી આગોતરા સાવચેતી રાખી શકાય અને નુકસાન ઘટાડવામાં મદદ મળે. માર્ચ મહિનો સામાન્ય રીતે વધતી ગરમીના સંકેત આપે છે, પરંતુ આ વખતે હવામાને અચાનક પલટો લીધો છે. IMD દ્વારા દેશના 15 રાજ્યોમાં આગામી 5 દિવસ માટે આંધીઓ, તોફાન, વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. તેથી લોકોને ‘રેનકોટ’ અને છત્રી તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગ મુજબ, ઘણા વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ ઓલાવૃષ્ટિ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વીય રાજ્યોમાં આ બદલાવનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે. આ અચાનક બદલાયેલા હવામાનનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) માનવામાં આવે છે, જે સક્રિય થતાં વાતાવરણમાં અસ્થિરતા લાવી રહ્યો છે. તેના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ તેજ પવન અને વરસાદ મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. IMD દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ખરાબ હવામાન દરમિયાન ખુલ્લામાં ન રહેવું, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું અને સુરક્ષિત જગ્યાએ આશરો લેવો. મુસાફરી દરમિયાન પણ સાવચેત રહેવાની જરૂર છે.આ પણ વાંચો: Weather Update: રાજધાનીમાં ફરી વરસાદનું એલર્ટ, જાણીલો કેવુ રહેશે હવામાન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : હવે ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી, તાપમાન ઉચકાતા ગરમી વધશે
calendar_today March 23, 2026

Gujarat Latest News Live : હવે ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી, તાપમાન ઉચકાતા ગરમી વધશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather News : ગુજરાતમાં  આજથી ગરમીનું જોર વધશે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો
calendar_today March 23, 2026

Gujarat Weather News : ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો

રાજકોટ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી, ગાંધીનગર, ભુજ, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગુજરાતમાં હાલ પૂરતું વરસાદનું સંકટ ટળ્યું છે, અને આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો હતો. સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી બધી ગરમી પડતી નથી માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે. દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે. ગુજરાત સહિત ભારતમાં ગરમી વધી માર્ચ મહિનાની શરૂઆત સાથે, સમગ્ર ભારતમાં લોકો પહેલાથી જ પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે. આ વર્ષે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ૮ થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ૧૦ માર્ચે, મુંબઈમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ૭ માર્ચે, દિલ્હીમાં ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ૫૦ વર્ષમાં માર્ચના પહેલા અઠવાડિયાનો આ સૌથી ગરમ દિવસ હતો. વધુમાં, ૧૧ માર્ચ, બુધવારના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં ૮.૪ ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન નિષ્ણાતો કહે છે કે હાલની તીવ્ર ગરમી એન્ટિસાયક્લોન સિસ્ટમને કારણે થઈ રહી છે. મુંબઈ હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિકો કહે છે કે દરિયાઈ ના વૈજ્ઞાનિકો પવનો ધીમા પડે ત્યારે આવી સિસ્ટમ બને છે, જેના કારણે તાપમાનમાં અચાનક વધારો થાય છે. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં એક એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આ પ્રદેશ પર સૂકા પૂર્વના પવનો ફૂંકાય છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : હવે ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી, તાપમાન ઉચકાતા ગરમી વધશે

Read Full Story arrow_forward