Amreli News: રાજુલા-પીપાવાવ હાઈવે પર ચાલતી કાર બની ‘આગનો ગોળો’; દર્શન હોટલ નજીક ફોર વ્હીલર બળીને ખાખ
રાજુલા નજીક આજે એક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. રાજુલાના દર્શન હોટલ પાસે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરના વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.દર્શન હોટલ નજીક ફોર વ્હીલ ગાડી અચાનક સળગી એક ફોર વ્હીલર ગાડી રાજુલા હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે દર્શન હોટલ નજીક પહોંચતા જ તેમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર માત્ર ડ્રાઈવર જ હોવાથી, આગની તીવ્રતા વધે તે પહેલાં તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. પીપાવાવ મરીન પોલીસ ધટના સ્થળે દોડી આવી ઘટનાની જાણ થતા જ પીપાવાવ મરીન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી. તેની સાથે જ રાજુલા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આખી ફોર વ્હીલર ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward