android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાનું વધુ કારનામું, હૃદય અને કેન્સરની સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
calendar_today March 21, 2026

Surat News : કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાનું વધુ કારનામું, હૃદય અને કેન્સરની સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશના અર્થતંત્રના પાયા હચમચાવવા માટે હવે માત્ર સરહદ પારથી જ નહીં, પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી ઘરઆંગણે પણ 'નકલી નોટના સોદાગરો' સક્રિય થયા છે. તાજેતરમાં સુરતમાં યોગઆશ્રમ ધરાવતા પ્રદીપ જોટગિયા અને તેની ટોળકીએ નકલી નોટ છાપવા માટે ચીની ઈ-કોમર્સ વેબસાઇટ્સનો ઉપયોગ કર્યો હતો. RBI' અને ‘ભારત' લખેલું હોય છે, જે અસલી નોટ જેવું જ લુક આપે છે તેની પુછપરછમાં બહાર આવ્યું કે, ભારતીય ચલણી નોટોમાં વપરાતા સિક્યોરિટી પેપર અને થ્રેડ ઓનલાઇન વેચાઈ રહ્યા છે, જેનો ઉપયોગ કરીને સ્થાનિક લેવલે હૂબહૂ અસલી જેવી નોટો છાપવામાં આવી રહી છે. હવે પાકિસ્તાની પ્રિન્ટિંગ પ્રેસ પર નિર્ભર રહેવાને બદલે, ગુનેગારો ચીનથી મટિરિયલ મગાવીને 'મેક ઈન ઈન્ડિયા' ફેક કરન્સી બનાવી રહ્યા છે, જે તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર છે. મળતી માહિતી અનુસાર નકલી નોટ છાપતા માફિયાઓ Alibaba જેવી ચીની વેબસાઇટ્સ પરથી ‘ગ્રીન સિક્યોરિટી થ્રેડ' મગાવે છે. આ થ્રેડ પર 'RBI' અને ‘ભારત' લખેલું હોય છે, જે અસલી નોટ જેવું જ લુક આપે છે. સિક્યુરિટી થ્રેડ પેપર મામલે એજન્સીઓ દ્વારા રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાશે આરોપીઓ ચીની -ઈ-કોમર્સ વેબસાઈટ્સ (જેમ કે Alibaba) પરથી ભારતીય ચલણના સિક્યોરિટી પેપર અને ખાસ કરીને 'RBI' અને ₹ 'ભારત' લખેલા ગ્રીન સિક્યોરિટી થ્રેડ -મંગાવતા જે સામાન્ય માણસ તેને ઓળખી = શકતો નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે © પ્રદીપ અગાઉ એક વખત ચાઇના જઈ = આવ્યો હોવાથી ત્યાંના એજન્ટના સંપર્કમાં = આવ્યો હોવાની શક્યતા છે. આરોપી પ્રદીપે મોંઘીદાટ કારમાં આયુષ મંત્રાલય નેમ પ્લેટનો ઉપયોગ કર્યો હોવાથી તે અંગે -તેમજ RBI અને ભારત લખેલ સિક્યુરિટી થ્રેડ પેપર મામલે એજન્સીઓ દ્વારા રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાશે. ગ્રામજનોને બહારથી માણસો બોલાવીને મારવાની ધમકી નોટિસમાં યોગગુરૂ પ્રદીપને સંબોધીને જણાવાયું હતું કે, સાધકો રસ્તામાં ગમે ત્યા વાહનો પાર્ક કરીને આશ્રમમાં જતા રહે છે. સ્થાનિક લોકોએ આ બાબતે તમોને રજૂઆત કરતા તમારા દ્વારા ૧ હજાર માણસો બોલાવીને મારવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ આશ્રમમાં ગુનાહિત કાર્ય થઇ રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે ગંભીર બાબતો છે, જેથી તમને તાકીદ કરવામાં આવે છે કે કોઇ પણ ગેરકાયદેસર અને ગ્રામજનોને અડચણરૂપ થાય તેવુ કોઇ કાર્ય જણાશે તો ના છુટકે આગળની કાર્યવાહી કરવાની રહેશે. નોટિસ આપવા છતાં કહેવાતા યોગ ગુરૂએ પોતાની પાપ લીલા યથાવત રાખી હતી. આ પણ વાંચો : Gandhinagar News : મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર, વોટ્સએપ, મિસ્ડકોલ, SMS, ઓનલાઇન બુકિંગ અને સ્માર્ટફોન એપથી થશે બુકિંગ

Read Full Story arrow_forward
Railway News : ભાવનગર રેલવે મંડળના ઉજળવાવ રેલવે સ્ટેશન પર લેવલ ક્રોસિંગ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી
calendar_today March 21, 2026

Railway News : ભાવનગર રેલવે મંડળના ઉજળવાવ રેલવે સ્ટેશન પર લેવલ ક્રોસિંગ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત છે અને સ્ટેશન પર આવેલા તમામ લેવલ ક્રોસિંગ ગેટ્સની રિયલ-ટાઈમ મોનિટરિંગ સુનિશ્ચિત કરે છે. ઉજળવાવ રેલવે સ્ટેશન પર કુલ 5 લેવલ ક્રોસિંગ ગેટ ઉજળવાવ રેલવે સ્ટેશન પર કુલ 5 લેવલ ક્રોસિંગ ગેટ—177/C, 178/C, 180/C, 181/C અને 182/C—સ્ટેશન માસ્ટર દ્વારા નિયંત્રિત થાય છે. જેમાંથી ગેટ નંબર 180/C અને 181/C સી.ટી.આર.ટી. (Closed To Road Traffic) શ્રેણીના છે, જે સામાન્ય રીતે માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહે છે. જ્યારે 177/C, 178/C અને 182/C ઓ.ટી.આર.ટી. (Open To Road Traffic) ગેટ્સ છે, જેને જરૂરીયાત મુજબ બંધ કરવામાં આવે છે. ગેટની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ હોવાથી તે વિઝ્યુઅલ પ્રૂફ તરીકે કાર્ય કરે છે આ આધુનિક સિસ્ટમ હેઠળ તમામ ગેટ્સ પર RFID (Radio Frequency Identification) સેન્સર લગાવવામાં આવ્યા છે, જે બૂમ બેરિયર અને લોકિંગ મિકેનિઝમ પર સ્થાપિત છે. આ સેન્સર ગેટની સ્થિતિ—ગેટ ખુલ્લું છે, ગેટ બંધ છે પરંતુ લોક નથી, ગેટ બંધ અને લોક છે અથવા કોઈ ખામી છે—તેનો ચોક્કસ સંકેત આપે છે. જ્યારે બૂમ બેરિયર નીચે કરી લિવર દ્વારા સંપૂર્ણપણે લોક કરવામાં આવે છે, ત્યારે સેન્સર તેની સ્થિતિ ઓળખીને સંબંધિત માહિતી રિયલ-ટાઈમમાં સ્ટેશન માસ્ટર અને ગેટમેનના કન્સોલ પર દર્શાવે છે. આથી કામગીરીમાં પારદર્શિતા વધે છે, જવાબદારી સુનિશ્ચિત થાય છે અને સુરક્ષા ધોરણોમાં નોંધપાત્ર સુધારો થાય છે. અગાઉ ગેટની સ્થિતિની પુષ્ટિ માત્ર મૌખિક માહિતી, પ્રાઈવેટ નંબરના આદાન-પ્રદાન અને રજિસ્ટર એન્ટ્રી પર આધારિત હતી. હાલ પણ રેલવેના નિયમો મુજબ પ્રાઈવેટ નંબરનો ઉપયોગ ચાલુ છે, પરંતુ હવે કન્સોલ પર ગેટની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ હોવાથી તે વિઝ્યુઅલ પ્રૂફ તરીકે કાર્ય કરે છે. નવીનતમ ટેક્નોલોજી દ્વારા રેલ સુરક્ષાને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ કોઈપણ ટ્રેનના આગમન પહેલા, સ્ટેશન માસ્ટર દ્વારા લાઇન ક્લિયર આપતા પહેલા ખાતરી કરવામાં આવે છે કે સંબંધિત તમામ ગેટ્સ સંપૂર્ણપણે બંધ અને લોક છે. જેમ જ આ સ્થિતિ સેન્સર દ્વારા પુષ્ટિ થાય છે, કન્સોલ પર લીલો સંકેત (ગ્રીન ઇન્ડિકેશન) દર્શાય છે, ત્યારબાદ જ ટ્રેનને સેકશનમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. ટ્રેન પસાર થયા પછી, ઓ.ટી.આર.ટી. ગેટ્સ (177/C, 178/C અને 182/C) સામાન્ય રીતે માર્ગ વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવે છે, જ્યારે સી.ટી.આર.ટી. ગેટ્સ (180/C અને 181/C) જરૂરી મુજબ સ્ટેશન માસ્ટરની મંજૂરીથી સંચાલિત થાય છે. આ સિસ્ટમ દરેક સ્થિતિને તાત્કાલિક અપડેટ કરતી રહે છે અને ઉજળવાવ સ્ટેશન પર તમામ ગેટ્સ માટે સમાન રીતે કાર્ય કરીને રેલવે સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહી છે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેનો ભાવનગર મંડળ નવીનતમ ટેક્નોલોજી દ્વારા રેલ સુરક્ષાને સતત મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવા નવાચાર ચાલુ રહેશે. આ પણ વાંચો : Surat News : કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાનું વધુ કારનામું, હૃદય અને કેન્સરની સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Read Full Story arrow_forward
Surat: ઝઘડા બાદ પ્રેમિકાનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ
calendar_today March 21, 2026

Surat: ઝઘડા બાદ પ્રેમિકાનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ

સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં સર્જાયેલા એક ઝઘડાએ બે પરિવારોની શાંતિ છીનવી લીધી છે. તાજેતરમાં કોઝવેમાંથી મળી આવેલી યુવતીની તરતી લાશના મામલે ચોંકાવનારા અને અત્યંત કરુણ ખુલાસા થયા છે. એક તરફ યુવતીએ જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ દીકરીના મોતના આઘાત સહન ન કરી શકતા તેની માતાની સ્થિતિ પણ નાજુક બની છે.ઝઘડા બાદ પ્રેમીએ ફિનાઈલ ગટગટાવ્યુંમળતી વિગતો અનુસાર, અમરોલી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ આવેશમાં આવીને પ્રેમીએ પોતાની પ્રેમિકાની નજર સામે જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીને આ હાલતમાં જોઈને પ્રેમિકા અત્યંત ગભરાઈ ગઈ હતી અને માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.ગભરાયેલી પ્રેમિકાએ કોઝવેમાં લગાવી મોતની છલાંગપ્રેમીએ ફિનાઈલ પીતા જ તે મરી જશે તેવા ડર અને ગભરામણ વચ્ચે યુવતીએ પણ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. ગભરાયેલી પ્રેમિકા સીધી કોઝવે પહોંચી હતી અને ત્યાંથી પાણીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બીજા દિવસે કોઝવેના પાણીમાં તેની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.પરિવાર પર આભ ફાટ્યું માતાને બ્રેઈન હેમરેજઆ ઘટનાની જાણ યુવતીના પરિવારને થતા જ તેના પિતા અસ્વસ્થ થઈ ગયા હતા. જોકે, સૌથી વધુ ગંભીર અસર યુવતીની માતા પર થઈ હતી. જુવાનજોધ દીકરીના આપઘાતના સમાચાર સાંભળતા જ માતા આઘાત સહન ન કરી શક્યા અને તેમને સ્થળ પર જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. હાલમાં માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પણ વાંચો: Patan: ભાવેશ જીલીયાએ પશુઓના ચરિયાણની 7010 ચોરસ મીટર જમીન પચાવી પાડી ફાર્મ હાઉસ બનાવ્યું

Read Full Story arrow_forward