android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: રોલા ગ્રામ પંચાયતના સરપંચના સમર્થનમાં આવ્યા ગ્રામજનો, કલેક્ટર સમક્ષ પુરાવા રજૂ કર્યા
calendar_today March 16, 2026

Valsad News: રોલા ગ્રામ પંચાયતના સરપંચના સમર્થનમાં આવ્યા ગ્રામજનો, કલેક્ટર સમક્ષ પુરાવા રજૂ કર્યા

વલસાડ તાલુકાના રોલા ગ્રામ પંચાયતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ગ્રામજનો સરપંચના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે.મોટી સંખ્યામાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને સરપંચ સામે કરવામાં આવેલા આક્ષેપોને પુરાવા સાથે ફગાવ્યા છે.થોડા દિવસ પહેલા રોલા ગ્રામ પંચાયત વિરુદ્ધ અરજી કરીને સરપંચની ગેરહાજરીમાં વહીવટ થતો હોવાના તેમજ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પંચાયતની છબી ખરડવા આક્ષેપ થયો હતો હવે ગામના લોકો આગળ આવી આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.સરપંચ અને પંચાયતના સભ્યોએ જણાવ્યું કે પંચાયત દ્વારા તમામ કામો નિયમ મુજબ અને પારદર્શક રીતે કરવામાં આવ્યા છે.પંચાયતે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા સહિત વિવિધ કામગીરીના પુરાવાઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા છે.આ સાથે જ લગભગ 500થી વધુ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને રોલા પંચાયતને બદનામ કરવાના પ્રયાસો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંચાયતની છબી ખરાબ કરવાની કોશિશ સામે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ગ્રામજનોએ પંચાયતના વિકાસ કાર્યોને સમર્થન આપ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો

Read Full Story arrow_forward
Amreli News: દોઢ વર્ષથી ફરાર અપહરણનો આરોપી રાજકોટથી પકડાયો, પોલીસે રાખ્યું હતું આટલા રૂપિયાનું ઈનામ
calendar_today March 16, 2026

Amreli News: દોઢ વર્ષથી ફરાર અપહરણનો આરોપી રાજકોટથી પકડાયો, પોલીસે રાખ્યું હતું આટલા રૂપિયાનું ઈનામ

અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મધ્યપ્રદેશના શખ્સને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટ ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપી પર અમરેલી SP દ્વારા 10000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.દોઢ વર્ષથી પોલીસને આપી રહ્યો હતો થાપ ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી અજય ઉર્ફે વિજયો રામસિંહ, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, તે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં સંડોવાયેલો હતો. ગુનો નોંધાયા બાદ તે સતત નાસતો-ફરતો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે હાથમાં આવતો ન હતો. આથી અમરેલી SP દ્વારા તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટથી ઝડપાયો આરોપી અમરેલી તાલુકા પોલીસની ટીમ આરોપીની શોધમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખબર પડી હતી કે, આરોપી રાજકોટમાં છુપાયો છે. પોલીસે તાત્કાલિક રાજકોટ ખાતે રેડ કરીને આરોપી અજયને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ તેને અમરેલી લાવવામાં આવ્યો છે અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની કામગીરીની પ્રશંસા લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી લેવા બદલ અમરેલી SPએ તાલુકા પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. આ સફળતાથી ગુનેગારોમાં પોલીસનો ડર વધશે અને પડતર ગુનાઓના ઉકેલમાં પણ વેગ આવશે. આ પણ વાંચો - Amreli News : અમરેલીના ઇંગોરાળા ગામે 200 લિટર નકલી દૂધ ઝડપાયું, વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનાવતા દૂધ

Read Full Story arrow_forward
Bihar Rajya Sabha election 2026 : તો NDAનો વિજય લગભગ નિશ્ચિત? બિહારમાં 4 ધારાસભ્યો ગાયબ
calendar_today March 16, 2026

Bihar Rajya Sabha election 2026 : તો NDAનો વિજય લગભગ નિશ્ચિત? બિહારમાં 4 ધારાસભ્યો ગાયબ

રાજ્યસભાની ચૂંટણીને લઈને બિહારમાં હાલમાં તીવ્ર રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે. આ સાથે વ્યૂહાત્મક રાજકીય દાવપેચને સફળ બનાવવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 239 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. NDA છાવણીના તમામ ધારાસભ્યો પહેલાથી જ તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે. વિપક્ષી છાવણીમાંથી, ચાર ધારાસભ્યો હજુ સુધી પહોંચ્યા નથી; આ જૂથમાં કોંગ્રેસ પક્ષના ત્રણ અને RJDનો એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. જો આ ધારાસભ્યો સાંજે 4:00 વાગ્યા સુધીમાં નહીં પહોંચે, તો પાંચેય બેઠકો પર NDAનો વિજય લગભગ નિશ્ચિત છે. બિહારમાં શું ચાલી રહ્યું છે રાજકીય નાટક? બિહાર રાજ્યસભાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાજકીય નાટક ચાલી રહ્યું છે. આનું કારણ એ છે કે જીતન રામ માંઝીની પાર્ટીના બે મહિલા ધારાસભ્યો વિપક્ષી નેતા તેજસ્વી યાદવની સાથે જોવા મળ્યા હતા. તેઓ મહાગઠબંધનના ઉમેદવાર અમરેન્દ્ર ધારી અને AIMIM ના ધારાસભ્યો સાથે એક રૂમમાંથી બહાર નીકળતા અને મતદાન ક્ષેત્ર તરફ જતા જોવા મળ્યા હતા. એવું વ્યાપકપણે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ બે ધારાસભ્યો RJD ના સમર્થનમાં મતદાન કરી શકે છે. કયા 4 ધારાસભ્યો થયા ગુમ બિહારમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મતદાન પ્રક્રિયામાંથી ગુમ થયા હોવાના અહેવાલ છે. આ બધા ધારાસભ્યોએ તેમના મોબાઇલ ફોન પણ બંધ કરી દીધા છે. પરિણામે તેમની ગેરહાજરીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ગુમ થયેલા ધારાસભ્યોમાં વાલ્મિકી નગરથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર કુશવાહા, ફોર્બ્સગંજથી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ બિશ્વાસ, મણિહારીથી કોંગ્રેસના ધારાસભ્ય મનોહર સિંહ અને ઢાકાથી આરજેડી ધારાસભ્ય ફૈઝલ રહેમાનનો સમાવેશ થાય છે. બિહારમાં આટલી ઉથલપાથલ કેમ ?રાજ્યસભા ચૂંટણીને લઈને બિહાર અને હરિયાણા બંનેમાં નોંધપાત્ર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. બિહારમાં પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં છે. એનડીએ પાસે હાલમાં 202 ધારાસભ્યોની સંખ્યા છે. તેનાથી વિપરીત મહાગઠબંધન પાસે ફક્ત 35 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ આંકડાઓના આધારે એ સ્પષ્ટ છે કે એનડીએ ચાર બેઠકો પર સરળતાથી વિજય મેળવી શકે છે. સમગ્ર રાજકીય ઝઘડો પાંચમી બેઠક પર કેન્દ્રિત છે. આ બેઠક જીતવા માટે NDAને ત્રણ વધારાના ધારાસભ્યોના ટેકાની જરૂર છે. જ્યારે મહાગઠબંધન પાસે હાલમાં 35 ધારાસભ્યો છે. Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો

Read Full Story arrow_forward