android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરતમાં ટ્રાફિક કરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી,કાપોદ્રા પોલીસે 15 રિક્ષાચાલકોની અટકાયત કરી
calendar_today March 10, 2026

Gujarat Latest News Live : સુરતમાં ટ્રાફિક કરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી,કાપોદ્રા પોલીસે 15 રિક્ષાચાલકોની અટકાયત કરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: પતિ પર ભરણપોષણનું ભારણ વધુ પડતું ન હોવું જોઈએ, હાઈકોર્ટે બમણી રકમને ઘટાડી
calendar_today March 10, 2026

Ahmedabad News: પતિ પર ભરણપોષણનું ભારણ વધુ પડતું ન હોવું જોઈએ, હાઈકોર્ટે બમણી રકમને ઘટાડી

પતિ પર બાંધવામાં આવેલું ભરણપોષણ એટલું બધું વધુ પડતું પણ ના હોવું જોઈએ કે, જે પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપે અથવા પતિની આવક અને જવાબદારીઓ કરતા અપ્રમાણસર બને એમ ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે. જસ્ટિસ પી.એમ.રાવલે એક કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા પતિ પર તેની પત્ની અને સંતાનોના ભરણપોષણની રકમ બમણી કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને ગેરવાજબી અને અયોગ્ય ગણાવ્યો હતો. ભરણપોષણની રકમ સીધી બમણી કરી દીધી હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ જે બમણી કરાઇ હતી, તેમાં ઘટાડો કરી તે હુકમમાં ફેરફાર કર્યો હતો. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ફુગાવા અને કેસના બદલાયેલા સંજોગોના કારણે ભરણપોષણમાં વધારો થઈ શકે છે પરંતુ નક્કી કરેલી રકમ એટલી બધી વધુ પડતી ના હોવી જોઈએ પત્ની કમાતી નથી અને ફુગાવાનો દર વધ્યો છે તે હકીકત ધ્યાનમાં રાખી ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ સીધી બમણી કરી દીધી છે.બીમાર માતાના ભરણપોષણની પણ જવાબદારી પતિ તરફથી કરાયેલી રિટ અરજીમાં જણાવાયું હતું કે, સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટે પત્નીને મહિને રૂ.2500 અને સગીર બાળકને રૂ.4000 ભરણપોષણ ચૂકવવા અંગેના હુકમમાં કોઈપણ વાજબી કારણો વિના વધારો કરી નાંખ્યો હતો.જેમાં પત્ની અને સંતાનને મળી કુલ રૂ.6500 દર મહિને ભરણપોષણ ચૂકવવાનું થતું હતું તે રકમમાં વધારો કરી સીધી બમણી એટલે કે, રૂ.14000 કરી દેવાઇ છે. પતિની આઈટી રિટર્નમાં દર્શાવેલી આવક માસિક રૂ. 25900 છે. ફેમિલી કોર્ટના હુકમના કારણે પતિને તેની માસિક આવકના 50 ટકા ભરણપોષણમાં આપી દેવાની ફરજ પડશે. જે બિલકુલ ગેરવાજબી છે. વળી, અરજદાર પર તેની વયોવૃદ્ધ 76 વર્ષની બીમાર માતાના ભરણપોષણની પણ જવાબદારી છે. આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત

Read Full Story arrow_forward
Vadodara News: જિલ્લામાં પાંચ તાલુકા વિકાસ અધિકારી અને 100 તલાટીનો પગાર રોકી દેવાયો
calendar_today March 10, 2026

Vadodara News: જિલ્લામાં પાંચ તાલુકા વિકાસ અધિકારી અને 100 તલાટીનો પગાર રોકી દેવાયો

31 માર્ચે નાણાકિય વર્ષ 2025-26ની પૂર્ણાહૂતિ થઈ રહી છે અને તેનુ કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયુ છે. ત્યારે પંચાયત વેરો વસૂલવામાં નબળી કામગીરી કરનાર અધિકારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ લાલઆંખ કરીને સપાટો બોલાવ્યો હતો. ત્યારે દાખલો બેસાડવા માટે હિરપરાએ પાંચ TDO અને 100 તલાટીનો માર્ચ મહિનાનો પગાર રોકી દેતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. પંચાયત વેરો વસૂલવામાં નિષ્ફળતા જતા કાર્યવાહી વડોદરા જિલ્લામાં 8 તાલુકા આવેલા છે અને તેમાં કુલ 530 ગ્રામ પંચાયતો આવેલી છે. આ ગામ પંચાયતોએ કરદાતાઓ પાસેથી પંચાયત વેરો વસૂલવાનો હોય છે. વર્ષ 2025-26નો કુલ રૂ.84 કરોડનો પંચાયત વેરો વસૂલવાનો હતો,પરંતુ તે પંચાયત વેરો વસૂલવાની કામગીરી ઢીલી ચાલતી હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પંચાયત વેરો વસૂલવાની કામગીરી સાથે સંકળાયેલા તાલુકા વિકાસ અધિકારીઓ અને પંચાયતના તલાટીઓને સૂચનાઓ આપી હતી.એ પછી પણ કામગીરીમાં ખાસ કંઈ ભલેવાર ન દેખાતા હિરપરાએ ગત નવેમ્બર-2025થી આવા અધિકારીઓને નોટિસો બજાવવાની શરૂઆત કરી દીધી હતી. વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો ન થતા DDOનો આદેશ ત્રણ-ત્રણ નોટિસો બજાવ્યા પછી ચાર મહિને પણ આ તાલુકા વિકાસ અધિકારીઓ અને પંચાયતના તલાટીઓ સરકારી સ્ટાઈલમાં જ કામ કરતા હતાં.સરકાર તેમને લાખો રૂપિયાનો પગાર ચૂકવતી હોવા છતાં તેઓ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાનુ પાલન કરતા ન હતા અને પોતાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા રહેતા હતાં.ઓફિસોમાં બેસીને માત્ર વહિવટો કરતા આ અધિકારીઓ સામે આખરે મમતા હિરપરાએ લાલઆંખ કરી હતી.31મી માર્ચે નાણાકિય વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને હવે તે માટેનુ કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયુ છે. નોટિસ બાદ 4 મહિને કામગીરી ન કરતા કાર્યવાહી ત્યારે રૂ.84 કરોડ પૈકી માત્ર રૂ.38 કરોડની જ પંચાયત વેરાની વસૂલાત થતા મમતા હિરપરાએ સપાટો બોલાવ્યો હતો અને સરકારી અધિકારીઓ કર્મચારીઓમાં દાખલો બેસે તે માટે ઐતિહાસીક નિર્ણય લીધો હતો.કુલ વસૂલવાપાત્ર રકમ પૈકી માત્ર 45 ટકા જેટલી જ વસૂલાત થતા મમતા હિરપરાએ પાંચ તાલુકા વિકાસ અધિકારી તેમજ 100 તલાટીઓનો માર્ચ મહિનાનો પગાર જ રોકી દીધો હતો.જેને લઈને આ અધિકારીઓમાં ફફડાટ ફેલાતા હવે ઉંચા-નીચા થવા લાગ્યા છે. માત્ર ઓફિસોમાં બેસીને સરકારી પગાર લેનારા આ અધિકારીઓને સબક શીખવવાનો આ પ્રયાસ જિલ્લા પંચાયતમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. કચેરી ભલે સરકારી હોય પરંતુ સરકારી સ્ટાઈલથી 'સબ ચલતા હે' હવે નહીં ચાલે તે ઉદાહરણ પુરુ પાડી દીધું છે. આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત

Read Full Story arrow_forward