Sabarkanthaના ભાણદા ગામે લોકમેળાની રંગત, 13 ગામોના લોકો ઢોલ તાલે ઉમટી પડ્યા, જુઓ Video
વિજયનગર અને રાજસ્થાનના ખેરવાડા વિસ્તારના 13 ગામોના લોકો ઢોલ તાલે ઉમટી પડ્યા હતા અને ઢોલ, નગારા અને લીઝમના તાલે લોકો ગેરનૃત્ય સાથે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા, રોડ રસ્તા અને આસપાસના પહાડો પર હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે, દઢવાવ, મોજાળીયા, ભટેલા, વસાઈ, વણધોલ, સારોલી સહિતના ગામોના લોકો મેળામાં જોડાયા છે. વર્ષોથી ચાલી આવતી આદિવાસી સમાજની પરંપરા આજે પણ યથાવત જોવા મળી ભાણદા ગામના આ મેળામાં વિજયનગર તાલુકાના અને પાડોશી રાજ્ય રાજસ્થાનના ખેરવાડા વિસ્તારના અંદાજે 13 જેટલા ગામોના લોકો ભેગા થયા હતા. જેમાં દઢવાવ, મોજાળીયા, ભટેલા, વસાઈ, વણધોલ અને સારોલી સહિતના ગામોના લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આદિવાસી સમાજની આ ધરોહર આજે પણ તેટલી જ જીવંત અને આકર્ષક જણાઈ રહી છે. આ પણ વાંચો : Ahmedabadના શેલામાં જવેલર્સના શો રૂમમાં બે ઠગ મહિલાઓએ કરી ચોરી, જુઓ Video
Read Full Story arrow_forward