android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલા સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે
calendar_today March 8, 2026

Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલા સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે

અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં રૂ.55.31 કરોડના ખર્ચે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહેશે ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા બ્રિજ થઈ પાવાપુરી ચાર રસ્તા થઈ લક્ષ્મણગઢ ચાર રસ્તા થઈ સત્તાધાર ચાર રસ્તા થઈ ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, ઘાટલોડિયા ગામતળ, કર્મચારીનગર, સી.પી.નગર, અર્જુન ટાવર, સંસ્કૃત ફ્લેટ જેવા ઘાટલોડિયા ટી.પી-2ના સમગ્ર વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહેશે. અંદાજે 4 ચો.કિમી વિસ્તારમાં આશરે 1,25,000 જેટલી વસતીને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડી શકાશે. કોર્પોરેશનના અધિકારીઓ પણ રહ્યાં હાજર આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના એમસીના પદાધિકારીઓ તથા AMC કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા ઘાટલોડિયા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન કરાયું

Read Full Story arrow_forward
Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરાયું
calendar_today March 8, 2026

Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીએ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવનિર્મિત સબ ઝોનલ ઑફિસનું નિરીક્ષણ કર્યું હતું. આ નવું વહીવટી કેન્દ્ર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવતા નાગરિકો માટે વહીવટી સરળતાનું માધ્યમ બનશે.કોર્પોરેશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ અત્યાધુનિક સબ-ઝોનલ ઓફિસના કાર્યરત થવાથી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કામકાજ માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી જવું પડશે નહીં. આ ભવનમાં ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને વિવિધ વહીવટી સેવાઓ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે.આ સુવિધાથી પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોના સમય અને શક્તિની બચત થશે. આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાનિક ધારાસભ્યો, સંગઠનના અગ્રણીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલા સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે

Read Full Story arrow_forward
Ahmedabad News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે મહેસૂલ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની કચેરીનું ખાતમુહૂર્ત સંપન્ન
calendar_today March 8, 2026

Ahmedabad News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે મહેસૂલ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની કચેરીનું ખાતમુહૂર્ત સંપન્ન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટલોડિયા વિસ્તારના નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવાનું આયોજન. નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રની આ નવીન કચેરીઓના નિર્માણથી ઘાટલોડિયા વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ વધુ સુગમતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે અમદાવાદના કલેકટર સુજીત કુમાર, મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો : Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરાયું

Read Full Story arrow_forward