android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા
calendar_today March 4, 2026

Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા

અમદાવાદના બાવળામાં દેશી દારૂનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. બંને યુવક દારુના નશામાં ભાન ભુલીને બ્રિજ ઉપર રસ્તા પર બેસીને દારુની મહેફિલ માણી રહ્યા હતાબ્રિજ પર બેસીને 2 યુવકની દેશી દારૂની મેહફીલ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે અમદાવાદના બાવળામાં કેરાળા બ્રિજ પર બેસીને 2 યુવક દેશી દારૂની મેહફીલ માણી રહ્યા છે. જાગૃત નાગરિકે બન્ને યુવકને બ્રિજ પરથી નીચે ઉતાર્યા જો કે ત્યાંથી પસાર થઇ રહેલા એક જાગૃત નાગરિકે બન્ને યુવકને બ્રિજ પરથી નીચે ઉતાર્યા હતા અને તેમને સમજાવીને પરત મોકલ્યા હતા અકસ્માત ના થાય તે માટે નીચે ઉતાર્યા નશામાં ધૂત રહેલા આ યુવકોને કોઇ અકસ્માત ના થાય તે માટે જાગૃત નાગરિકે સમજાવીને બંનેને નીચે ઉતાર્યા હતા.આ પણ વાંચો----     Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા

Read Full Story arrow_forward
Ahmedabad News: શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા બબાલ, પુત્રએ પિતાના ઝઘડાનો બદલો લેવા છરીના ઘા ઝીંક્યા
calendar_today March 4, 2026

Ahmedabad News: શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા બબાલ, પુત્રએ પિતાના ઝઘડાનો બદલો લેવા છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રોડ પર ચાલતી ગાડી પર પાણી ઉડવા જેવી નાની વાતમાં પિતા-પુત્ર લોહીલુહાણ થયા છે. ઇમરાન પઠાણ નામના વ્યક્તિની કાર પર પાણીના છાંટા ઉડતા શરૂ થયેલો ઝઘડો ખૂની હુમલામાં ફેરવાઈ ગયો હતો.પિતાના ઝઘડામાં પુત્રએ કર્યો છરી વડે હુમલો ઘટનાની મળતી માહિતી અનુસાર, ઇમરાન પઠાણ સાથે પાણી ઉડાડવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની જાણ ઇમરાનના પુત્ર સફ્ફાન પઠાણને થતા તે તાત્કાલિક કાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો. પિતા સાથે થયેલી માથાકૂટનો બદલો લેવા માટે સફ્ફાને ઉશ્કેરાઈને સામે પક્ષના પિતા-પુત્ર પર છરી વડે આડેધડ ઘા ઝીંક્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, આરોપીની ધરપકડ આ હુમલામાં મોહમદ ઈરફાન (પિતા) અને ફૈઝાન (પુત્ર) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ઇસનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી સફ્ફાન પઠાણની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા

Read Full Story arrow_forward
Rajkot : બ્રહ્મ સમાજ ચોક નજીક બાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી ટોળાએ મહિલાને માર માર્યો, પોલીસ તપાસ શરુ
calendar_today March 4, 2026

Rajkot : બ્રહ્મ સમાજ ચોક નજીક બાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી ટોળાએ મહિલાને માર માર્યો, પોલીસ તપાસ શરુ

રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોક નજીક એક ઘટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો હોવાનું જોવા મળે છેબાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી મહિલાને માર આ ઘટના આજે બપોરે બ્રહ્મ સમાજ ચોક નજીક બની, જ્યાં કેટલીક વ્યક્તિઓએ એક મહિલાને માર માર્યો હતો. આ મહિલા ઉપર બાળકોને જબરદસ્તી ઊઠાવી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો મહિલા અને તેની સાથે રહેલા લોકોને માર મરાયો વીડિયોમાં જોવા મળે છે કે ટોળાએ ગંભીર આરોપ લગાવીને આ મહિલા અને તેની સાથે રહેલા લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના કપડાં પણ ફાટી ગયા હતા પોલીસ સ્થળ પર પહોંચી આ મામલાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મહિલાને સાથે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. પોલીસ તપાસ શરુ પોલીસે ઘટનાનો વીડિયો પ્રાપ્ત કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સંલગ્ન લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્ર થઇ ગયા ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્ર થઇ ગયા હતા. જેના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો સંભાળ્યો હતો. આ પણ વાંચો----     Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા

Read Full Story arrow_forward