android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા
calendar_today February 18, 2026

Ahmedabad News : મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા

મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી નકલી પોલીસ બની હની ટ્રેપના ગુનાઓ આચરતા ઇસમોને ઝડપી પાડતી રામોલ પોલીસ, બળજબરીથી કઢાવી લીધેલ રોકડા રૂપિયા 20 હજાર તથા ગુનામાં વાપરેલ અલગ અલગ ત્રણ ગાડીઓ તથા મોબાઈલ ફોન નંગ 5 મળી કુલ કીમત રૂપિયા 19,40,000ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા છે.આરોપીઓએ બળજબરીથી રૂપિયા પડાવી લીધા હતા વલસાડનાઓને પકડી મેસેજ કરનાર તથા આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ સાથે મળી માણસોને હની ટ્રેપમાં ફસાવવા ગુનાહીત કાવતરૂ રચી મોટી રકમ પડાવવાનુ કામ કરતા હોય અને તેઓએ મહીલા આરોપીઓ દ્વારા ફરીયાદીને રામોલ વસ્ત્રાલ ન્યુ મણીનગર કર્ણાવતી એન્કલેવ મ.નં.જી/૫૦૧ ખાતે રૂબરૂ બોલાવી આરોપીઓ નકલી પોલીસ બની આવી ફરીયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપીયા વિસ લાખની માંગણી કરી ફરીયાદીને બે ત્રણ લાફા મારી ફરીયાદી પાસેથી બળજબરીથી પૈસા પડાવી લીધા હતા. વોન્ટેડ આરોપીઓ 01- રવિન્દ્રકુમાર પ્રભુભાઈ હડવદીયા રહે:જી/૫૦૧ કર્ણાવતી એન્કલેવ ન્યુ મણીનગર રામોલ અમદાવાદ શહેર મુળ રહે:ઉમીયાનગર મોરબી 02-ગીતાબેન રણધીરભાઈ ગોહીલ રહે:મેન બજાર સાનખડા ઉના જુનાગઢ 03-સંગીતાબેન મુકેશભાઈ ચૌહાણ રહે:૪ વિરાટનગર સોસાયટી બંબાગેટ પાસે વરાછા સુરત 04-નાઝ ઉર્ફે કીંજલ પટેલ ખાન રહે:લક્ષ્મીનગર ધોબી તળાવ પાસે વલસાડ પકડાયેલ આરોપી ઉપેશ ઉર્ફે કાનો શાંતિભાઈ સરવૈયાનો ગુનાહીત ઈતિહાસ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૨/૨૪ BNS કલમ ૩૦૮(૨).૨૦૪ ૧૧૫(૧).૩૫૨,૬૧(૨) મુજબ પકડાયેલ આરોપી હીતેન ઉર્ફે બબુ મુકેશભાઈ ચૌહાણનો ગુનાહીત ઈતિહાસ: જામનગર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૫૦૫૧૪/૨૫ BNS ૩૦૮(૫) ૩૫૧(૪) ૩૫૨,૫૪ મુજબ વોન્ટેડ આરોપી રવિન્દ્રકુમાર પ્રભુભાઈ હડવદીયાનો ગુનાહીત ઈતિહાસ: વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૩૨૪૦૫૫૨/૨૪ BNS કલમ ૩૦૮(૨),૨૦૪ ૧૧૫(૧).૩૫૨.૬૧(૨) મુજબ આ પણ વાંચો : Agriculture News : ખેડૂતોને શેરડીના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે

ગુજરાત રાજ્યની વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને રાજ્યના નાગરિકોમાં આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ થનારા બજેટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.GYAN’ મોડેલ પર કેન્દ્રિત રહી બજેટ રજૂ થવાની શક્યતા રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘GYAN’ મોડેલ પર કેન્દ્રિત રહી બજેટ રજૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિ—આ ચાર સ્તંભોને કેન્દ્રમાં રાખી વિકાસયોજનાઓ જાહેર થઈ શકે છે. ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિ પર ભાર સરકાર દ્વારા સામાજિક સુરક્ષા યોજનાઓમાં વધારો, યુવાનો માટે રોજગારમુખી તાલીમ અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, ખેડૂતો માટે આધુનિક ખેતી સાધનો અને બજાર જોડાણ જેવી પહેલો જાહેર થવાની શક્યતા છે. નારી શક્તિ સશક્તિકરણ માટે સ્વરોજગાર, સ્વસહાય જૂથો અને આરોગ્ય સુરક્ષા યોજનાઓમાં વધારો થવાની ચર્ચા છે. સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે મોટી પહેલ રાજ્યને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા માટે વિશેષ પેકેજ જાહેર થઈ શકે છે. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે કરરાહતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મુકાઈ શકે છે. સાથે સાથે ગ્રીન હાઈડ્રોજન મિશન, રિન્યુએબલ એનર્જી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો શક્ય છે. કૃષિ અને સિંચાઈમાં વધારો કૃષિ ક્ષેત્રે ‘બીજથી બજાર સુધી’નો મંત્ર અપનાવી ખેડૂતોને સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ આપવા પર ભાર મુકાઈ શકે છે. સિંચાઈ યોજનાઓની ફાળવણીમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેનાથી ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધારવાનો સરકારનો પ્રયાસ રહેશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કરોડોની જોગવાઈ પણ બજેટમાં સામેલ થઈ શકે છે.  શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ-કોલેજ અપગ્રેડેશન અને સ્કોલરશિપ યોજનાઓમાં વધારો થવાની સંભાવના છે. આરોગ્ય ક્ષેત્રે નવી હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આધુનિકીકરણ માટે વિશેષ ફાળવણી થઈ શકે છે.  ગૃહ કાર્યવાહી: પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત વિધાનસભા ગૃહની કાર્યવાહી આજે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. ગૃહ, રમતગમત અને MSME વિભાગોના પ્રશ્નો રજૂ થશે. યાત્રાધામ વિકાસ અને ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. કાયદો-ન્યાયતંત્ર અને મીઠા ઉદ્યોગ અંગેના પ્રશ્નો પણ સભામાં ઉઠાવવામાં આવશે. વધારાના ખર્ચ અને પૂરક ખર્ચ પત્રકો પણ ગૃહમાં રજૂ થશેઉપરાંત, વધારાના ખર્ચ અને પૂરક ખર્ચ પત્રકો પણ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. સમગ્ર રાજ્યની નજર હવે સરકારના બજેટ પર ટકેલી છે, જેમાં વિકાસ અને કલ્યાણ બંનેને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પણ વાંચો-----   Weather News : ગુજરાતમાં ગરમીનો અહેસાસ શરુ, શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કે, જાણો કેવું રહેશે વાતાવરણ

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં ડાયમંડ બુર્સ ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીની ઓફિસ શરુ થશે
calendar_today February 18, 2026

Surat News : સુરતમાં ડાયમંડ બુર્સ ધમધમતું કરવા પ્રયાસ, 30થી વધુ વેપારીની ઓફિસ શરુ થશે

સુરતમાં ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના પ્રયાસો કરાઈ રહ્યો છે અને 30થી વધુ વેપારીઓ આવતી આજથી ઓફિસ શરૂ થશે જેમાં મહિધરપુરા અને મીની બજારના વેપારી વેપાર શરુ કરશે અને અન્ય મધ્યમ વર્ગના 50 વેપારીએ પણ તૈયારી બતાવી છે, આ બાબતે ચાર મહિના પેહલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી અને લોકોને અવર જવર માટે તકલીફ નહિ પડે તે માટે સીટી બસ સેવા પણ શરુ કરવામાં આવી છે. ખજોદ ગામે છે બુર્સની ઓફીસ સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઓફીસો છે.આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કેમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward