android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bengaluru: હોસ્કોટ દબાસ્પેટ હાઈવે પર ભયંકર અકસ્માત, એક સાથે અથડાઇ ત્રણ ગાડીઓ, 7 લોકોના કમકમાટીભર્યા મોત
calendar_today February 13, 2026

Bengaluru: હોસ્કોટ દબાસ્પેટ હાઈવે પર ભયંકર અકસ્માત, એક સાથે અથડાઇ ત્રણ ગાડીઓ, 7 લોકોના કમકમાટીભર્યા મોત

કર્ણાટકની રાજધાની બેંગલુરુ પાસે આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હોસ્કોટ-દબાસ્પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા આ ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક બેકાબૂ કાર, બાઇક અને કેન્ટર વચ્ચે થયેલી આ ત્રિપાંખિયા જંગ જેવી અથડામણમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. એક સાથે અનેક વાહનો ટકરાયા પોલીસ તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત હોસ્કોટની બહારના ભાગમાં આવેલા એમ. સત્યવારા ગામ પાસે થયો હતો. એક તેજ રફ્તાર કાર હોસ્કોટથી દેવનહલ્લી તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા કારે સૌ પ્રથમ પોતાની આગળ જઈ રહેલી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને સામેથી આવતા એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ દરમિયાન અન્ય એક કાર પણ આ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચ્ચે ફસાયા અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા, જ્યારે બાઈક સવારનું પણ ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. હાઈવે પર લોહીના ખાબોચિયા અને વાહનોના અવશેષો વિખરાયેલા જોવા મળ્યા હતા. અકસ્માત પાછળનું મુખ્ય કારણ 'ઓવર-સ્પીડિંગ' પોલીસ સૂત્રોના પ્રાથમિક અનુમાન મુજબ, આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ 'ઓવર-સ્પીડિંગ' એટલે કે વધુ પડતી ગતિ છે. મૃત્યુ પામેલા લોકોમાં છ વ્યક્તિઓ બેંગલુરુના કોઠાનુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જોકે હજુ સુધી તેમની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્કોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાઈવે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. આ પણ વાંચોઃ જેસલમેરમાં વાયુશક્તિ પ્રદર્શન 2026ની તૈયારી, જુઓ Photos

Read Full Story arrow_forward
Top Gold Buyer and Selling Countries: સોનાની ખરીદીમાં આ દેશ ટોપ પર, જાણો ભારત કયા ક્રમે છે?  પાકિસ્તાન ટોપ 15માં પણ નહીં
calendar_today February 13, 2026

Top Gold Buyer and Selling Countries: સોનાની ખરીદીમાં આ દેશ ટોપ પર, જાણો ભારત કયા ક્રમે છે? પાકિસ્તાન ટોપ 15માં પણ નહીં

તાજેતરના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સોનું અને ચાંદીની કિંમતો આસમાને પહોંચી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં જ તેમાં 265 ટકાથી વધુનો વધારો થયો છે. ચીન, પોલેન્ડ, તુર્કીથી લઈને ભારત સુધીના દેશોએ તેમના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. સોનાની ખરીદીમાં મધ્યસ્થ બેંકો મોખરે રહી છે, જ્યારે ફિલિપાઇન્સ અને શ્રીલંકા સહિત ઘણા દેશોએ તેમના સોનાના ભંડારમાં ઘટાડો કર્યો છે. ચાલો જાણીએ કે સોનાની ખરીદી અને વેચાણમાં કયા દેશો આગળ છે અને તેમાં ભારત ક્યાં ક્રમે છે. કયા દેશે સૌથી વધુ સોનું ખરીદ્યું? વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 2020 થી 2025 સુધી ચીન સોનાના ખરીદીમાં નંબર વન છે. છેલ્લા પાંચ વર્ષમાં ચીને 357.1 ટન સોનું ખરીદ્યું છે. જોકે નિષ્ણાંતો માને છે કે આ આંકડો વધુ હોઈ શકે છે. ચીન પછી પોલેન્ડ સોનાની ખરીદીમાં બીજા ક્રમે છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં 314.6 ટન સોનું ખરીદ્યું છે. તુર્કી ત્રીજા ક્રમે આવે છે, જેણે 251.8 ટન સોનું ખરીદ્યું છે. સોનાની ખરીદીમાં ભારત ક્યાં ક્રમે છે? ભારત ચોથા સ્થાને છે, તેણે 245.3 ટન સોનું ખરીદ્યું છે. વધુમાં, બ્રાઝિલે 105.1 ટન, અઝરબૈજાન 83.6 ટન, થાઇલેન્ડ 80.6 ટન, હંગેરી 78.5 ટન અને સિંગાપોરે 77.3 ટન સોનું ખરીદ્યું છે. ઈરાને 74,612 ટન, કતાર 73,013 ટન, રશિયા 55.4 ટન અને યુએઈ 51.7 ટન સોનું ખરીદ્યું છે. પાકિસ્તાન ટોચના 15 દેશોની યાદીમાં શામેલ નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, 2020 થી સોનાના ભાવમાં 265 ટકાનો વધારો થયો છે. કયા દેશો સોનાના વેચાણમાં આગળ છે? ફિલિપાઇન્સ છેલ્લા પાંચ વર્ષમાં સોનાના વેચાણમાં આગળ છે, 65.2 ટનનું વેચાણ કર્યું છે. કઝાકિસ્તાન બીજા સ્થાને છે, આ સમયગાળા દરમિયાન 52.4 ટન સોનું વેચ્યું છે. શ્રીલંકાએ 19.1 ટન સોનું વેચ્યું છે. જર્મનીના સોનાના ભંડારમાં પણ 16.3 ટનનો ઘટાડો થયો છે. મંગોલિયાએ 15.9 ટન સોનું વેચ્યું છે. તાજિકિસ્તાને 11.9 ટન, કોલંબિયાએ 9.2 ટન અને ફિનલેન્ડે 5.4 ટનનું વેચાણ કર્યું.

Read Full Story arrow_forward
National Expressway toll Tax: અધૂરા એક્સપ્રેસવે પર હવે નહીં ભરવો પૂર્ણ ટોલ, 15 ફેબ્રુઆરીથી ટોલ દરમાં મોટો ફેરફાર
calendar_today February 13, 2026

National Expressway toll Tax: અધૂરા એક્સપ્રેસવે પર હવે નહીં ભરવો પૂર્ણ ટોલ, 15 ફેબ્રુઆરીથી ટોલ દરમાં મોટો ફેરફાર

દેશભરના લાખો વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે. સરકારે રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને લોકોને અધૂરી સુવિધા માટે સંપૂર્ણ અને વધારાનો ટોલ ચૂકવવાનો બોજ હટાવ્યો છે.  જાહેર કરાયેલા સુધારાઓ મુજબ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સુધારાઓ મુજબ હવે જો કોઈ રાષ્ટ્રીય એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે તૈયાર અને કાર્યરત ન હોય, તો તેની અધૂરી લંબાઈ માટે સંપૂર્ણ ટોલ વસૂલવામાં નહીં આવે. આ નવા નિયમો 15 ફેબ્રુઆરી, 2026થી દેશભરમાં અમલમાં આવશે. અગાઉની સ્થિતિ શું હતી? અગાઉ એવી સ્થિતિ હતી કે એક્સપ્રેસવેનો માત્ર થોડો ભાગ તૈયાર થયો હોય અને બાકીનો ભાગ બાંધકામ હેઠળ હોય, તો પણ વાહનચાલકો પાસેથી સમગ્ર માર્ગ માટે ટોલ વસૂલવામાં આવતો હતો. એટલે કે, લોકો અધૂરી સુવિધા હોવા છતાં સંપૂર્ણ એક્સપ્રેસવે દર ચૂકવતા હતા. આ કારણે સામાન્ય મુસાફરો, ટ્રક ડ્રાઇવરો અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં અસંતોષ જોવા મળતો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરતા આશરે 25 ટકા વધારે સરકારના નિયમો મુજબ એક્સપ્રેસવે પર ટોલ દર સામાન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરતા આશરે 25 ટકા વધારે હોય છે. તેનું કારણ એ છે કે એક્સપ્રેસવે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ આપે છે. આવા માર્ગો પર ઓછી ટ્રાફિક ભીડ, ઉત્તમ માર્ગ ગુણવત્તા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ જ્યારે માર્ગ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય અને કેટલીક જગ્યાએ બાંધકામ ચાલુ હોય, ત્યારે મુસાફરોને આ તમામ સુવિધાઓ મળી શકતી નથી. છતાંય અગાઉ વધારાનો ટોલ વસૂલાતો હતો, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠતા હતા. નવા નિયમો હેઠળ સ્પષ્ટ હવે નવા નિયમો હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ કાર્યરત ન હોય, તો ફક્ત પૂર્ણ થયેલા અને ઉપયોગમાં લેવાતા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ટોલ દર સામાન્ય નેશનલ હાઇવે જેટલો જ રહેશે, એટલે વધારાનો એક્સપ્રેસવે દર લાગુ નહીં પડે. આ બદલાવને કારણે લોકો ફક્ત તે સેવા માટે જ ચૂકવણી કરશે જે તેમને વાસ્તવમાં મળે છે. રોજિંદા મુસાફરી કરનારા લોકો માટે મોટી રાહત આ નિર્ણયથી ખાસ કરીને રોજિંદા મુસાફરી કરનારા લોકો માટે મોટી રાહત થશે. ખાનગી વાહનચાલકો માટે મુસાફરી ખર્ચ ઘટશે. ટ્રક ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ માટે પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે માલવહન ખર્ચ પણ ઓછો થઈ શકે છે. લાંબા ગાળે આ બદલાવનો સકારાત્મક પ્રભાવ બજારમાં માલના ભાવ પર પણ પડી શકે છે. આ પગલું જનહિતમાં લેવામાં આવ્યુંસરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું જનહિતમાં લેવામાં આવ્યું છે જેથી ટોલ વસૂલાત પ્રણાલી વધુ ન્યાયી અને પારદર્શક બને. હવે લોકોને અધૂરી સુવિધા માટે વધારાનો નાણાકીય બોજ સહન કરવો નહીં પડે. આ સુધારો રાષ્ટ્રીય રાજમાર્ગ ફી નિયમો, 2008 હેઠળ કરવામાં આવ્યો છે અને 15 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ રીતે સરકારનો આ નિર્ણય લાખો મુસાફરો માટે સીધી રાહત અને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છેઆ પણ વાંચો : India Post GDS Recruitment 2026 : 10મું પાસ માટે મોટી તક, ઇન્ડિયા પોસ્ટમાં સરકારી નોકરી

Read Full Story arrow_forward