Ajit Pawar Family Tree: શૂન્યમાંથી સર્જન કરનાર અજીત પવારના પરિવારમાં કોણ કોણ છે? જાણો કોની સાથે સૌથી નજીક રહ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP ના મોટા નેતા અજીત પવારનું પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું છે. બારામતી જતા સમયે રસ્તામાં અચાનક પ્લેનમાં ટેકનિકલ ખરાબીને કારણે લેન્ડિંગ સમયે ક્રેશ થયું ત્યાર બાદ પ્લેનમાં તરત જ આગ લાગી ગઇ. આ પ્લેન દુર્ઘટના સમયે અજીત પવારનું મોત નીપજ્યું છે. તેમની સાથે સવાર ત્રણ લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. એવામાં આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે અજીત પવારના પરિવારમાં કોણ કોણ છે અને તેમના સૌથી નજદીકી કોણ છે.અજીત પવારની વંશાવલી અને પરિવાર અજીત પવારના પરિવારમાં મુખ્યત્વે ચાર સભ્યો છે.1. સુનેત્રા પવાર: અજીત પવારના પત્ની, જે સામાજિક કાર્યોમાં સક્રિય છે અને ચૂંટણી રેલીઓમાં પણ પતિના ખભેખભા મિલાવીને જોવા મળ્યા છે. 2. પાર્થ પવાર: તેમનો મોટો પુત્ર, જે રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. 3. જય પવાર: તેમનો નાનો પુત્ર, જે મોટાભાગે પારિવારિક અને વ્યવસાયિક બાબતોમાં ધ્યાન આપે છે.શ્રીનિવાસ પવાર એક સફળ બિઝનેસમેન અજીત પવારના ભાઈ શ્રીનિવાસ પવાર એક સફળ બિઝનેસમેન છે. આ પરિવારના સૌથી મોટા સ્તંભ તેમના કાકા અને NCPના સ્થાપક શરદ પવાર છે. શરદ પવારના માર્ગદર્શન હેઠળ જ અજીત પવાર રાજકારણના દાવપેચ શીખ્યા છે. પરિવારમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે (સાંસદ) અને તેમના બાળકો રેવતી તથા વિજય સાથે પણ અજીત પવારનો ગાઢ સંબંધ રહ્યો છે. == રાજકીય સફરની શરૂઆત અજીત પવારનો રાજકીય પ્રવાસ 1982માં સહકારી શુગર ફેક્ટરીના બોર્ડ સભ્ય તરીકે શરૂ થયો હતો. ત્યાર બાદ તેઓ પુણે જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ બન્યા અને ધીમે ધીમે રાજ્યના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરી. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે. તેમની કામ કરવાની શૈલી 'દાદા' તરીકે જાણીતી છે, જે ઝડપી નિર્ણયશક્તિ અને સંગઠન ક્ષમતા માટે ઓળખાય છે. આ પણ વાંચોઃ Baramati Plane Crash : ચશ્મા અને ઘડિયાળથી અજિત પવારને લોકોએ ઓળખી કાઢ્યા, દૂર્ઘટના પહેલા પાયલોટે કર્યો હતો Mayday કોલ
Read Full Story arrow_forward