Surat News : સાવધાન સુરતીઓ! શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘી પધરાવતું મોટું નેટવર્ક ઝડપાયું
સુરત શહેરમાં આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં ભેળસેળીયા તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂનાઓ લેબોરેટરી રિપોર્ટમાં 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે. ખાસ કરીને શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને વનસ્પતિ ઘી પધરાવીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં નામાંકિત ડેરીઓ અને ખાણીપીણીના એકમોના નામ ખુલતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરતમાં ખાણીપીણીમાં લાલિયાવાડી ભેળસેળના આ કૌભાંડમાં ભેસ્તાનની કનૈયા ડેરી, પીપલોડની ફેબ્યુલસ ક્યુઝિન, કતારગામની હરિમિલ્ક પેલેસ અને યોગી ચોક સ્થિત પટેલ દૂધ મંડળીના નમૂનાઓ ધારાધોરણ મુજબના ન જણાતા તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. તહેવારો અને સામાન્ય દિવસોમાં લોકો જે વસ્તુને શુદ્ધ માનીને ખરીદે છે, તેમાં જ વનસ્પતિ ફેટની ભેળસેળ મળી આવતા તંત્ર દ્વારા આ એકમો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા વેપારીઓ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. આ પણ વાંચો : Surendranagar પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોને જાહેર અપીલ, જો આવું કર્યું છે તો ખેર નહીં...
Read Full Story arrow_forward