android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો
calendar_today January 3, 2026

કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો

જમીન કૌભાંડના ગંભીર આરોપો હેઠળ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં નિવાસી કલેક્ટર (RAC) આર.કે. ઓઝાનું નામ પણ લાંચ લેવાના ગંભીર આક્ષેપોમાં સામે આવ્યું છે. નાયબ મામલતદારની કબૂલાત મુજબ, જમીન કૌભાંડમાં લાંચની રકમની ટકાવારી અગાઉથી નક્કી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં લાંચની કુલ રકમના 50 ટકા હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જતો હતો, જ્યારે 25 ટકા રકમ આર.કે. ઓઝાને આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. આ ખુલાસાથી સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.રાજેન્દ્ર પટેલની ધરપકડથી ફફડાટ ભ્રષ્ટાચારના આ મસમોટા નેટવર્કની તપાસ હવે વધુ તેજ બની છે અને તપાસનો ધમધમાટ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સુધી પહોંચ્યો છે. તપાસ એજન્સીઓની રડારમાં હવે આર.કે. ઓઝા સહિત મહેસૂલ વિભાગના અનેક કર્મચારીઓ અને મધ્યસ્થીઓ આવી ગયા છે. નાયબ મામલતદારે તપાસ દરમિયાન કબૂલ્યું છે કે લાંચના નાણાંની વહેંચણી માટે પ્રોટોકોલ નક્કી હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ છૂટોછવાયો કિસ્સો નહીં પણ વ્યવસ્થિત રીતે ચાલતું આખું કૌભાંડ હતું. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકોમાં રોષ, 'થિગડાં મારીને સંતોષ માનતા' તંત્ર સામે દધિચી બ્રિજ પર જનતાનો આક્રોશ

Read Full Story arrow_forward
Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો
calendar_today January 3, 2026

Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો

અમરેલીમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથવત રહ્યો છે. આવામાં જિલ્લામાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જીજુડા-પલાણીયા વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવવાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે.સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી સાવરકુંડલાના બીડ વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ મૃતદેહ સાવરકુંડલાના બાબુભાઈ મોહનભાઈ બુહાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ સાવરકુંડલા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી

Read Full Story arrow_forward
Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી
calendar_today January 3, 2026

Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી

દૃશ્યતા ઓછી હોવાથી રાજધાની એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, હમસફર, શતાબ્દી અને મેલ-એક્સપ્રેસ સહિત આશરે 83 ટ્રેન કલાકો સુધી મોડી ચાલી રહી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી નોંધાઈ છે, જેના કારણે સલામતીના કારણોસર ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવી પડી રહી છે.કેટલીક ટ્રેનોને 2 થી 6 કલાક સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક ટ્રેનોને 2 થી 6 કલાક સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કેટલીક લાંબા અંતરની ટ્રેનો 8 કલાક સુધી મોડે ચાલી રહી છે. વહેલી સવાર અને મોડીરાત્રે ચાલતી ટ્રેનો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે.ટ્રેનો મોડે પહોંચતા મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી રહી છેમોડે ચાલી રહેલી મુખ્ય ટ્રેનોમાં નવી દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ, સિયાલદહ રાજધાની, અમૃત ભારત એક્સપ્રેસ (દરભંગા–આનંદ વિહાર), હમસફર એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, બ્રહ્મપુત્ર મેલ અને સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ટ્રેનો મોડે પહોંચતા મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી રહી છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકો પાઇલટોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અનેક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ધુમ્મસની સ્થિતિમાં ટ્રેનો સલામત રીતે ચલાવી શકાય તે માટે લોકો પાઇલટોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે અને ટ્રેનોમાં ફોગ સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સ્ટેશનો પર ટ્રેનની સ્થિતિ અંગે માહિતી આપવા માટે ઘોષણા પ્રણાલી સક્રિય રાખવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે મુસાફરી પહેલાં NTES એપ અથવા રેલવે હેલ્પલાઇન દ્વારા પોતાની ટ્રેનની હાલની સ્થિતિ જરૂરથી તપાસી લે. હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે, જેના કારણે ટ્રેન સેવાઓ પર અસર ચાલુ રહી શકે છે.આ પણ વાંચો: Flight Cancellations : ફ્લાઇટ અને ટ્રેનો કલાકો સુધી મોડી, IGIએ જાહેર કરી એડવાઈઝરી

Read Full Story arrow_forward