Surat News : સુરતમાં ફરજ બજાવી ચૂકેલા PIને કોર્ટના હુકમનો અનાદર કરવો ભારે પડયો, PI એચ.બી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટનો હુકમ
જાન્યુઆરી-૨૦૨૩માં થયેલી એક હત્યાના કેસમાં તપાસ કરનાર પીઆઈ એચ.બી.ઝાલાને જુબાની માટે સમન્સ અને ત્યારબાદ વોરંટ મોકલવા છતાં તેઓ ગેરહાજર રહેતા કોર્ટ નારાજ થઈ હતી. આજે મુદ્દતમાં હાજર થયેલા પીઆઈ ઝાલાને કસ્ટડીમાં લેવાનો હુકમ કરતા કોર્ટમાં હાજર સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. પીઆઈ ઝાલાએ આખરે માફી માંગતા વોરંટ રદ્દ કરીને પીઆઈ ની જુબાની લેવામાં આવી હતી. PI હાલમાં ભરૂચના દહેજમાં ફરજ બજાવી રહ્યા છે આ કેસની વિગત મુજબ લિંબાયતમાં સને-૨૦૨૩માં લિંબાયતમાં રહેતો ચેતન ગુપ્તા તેમજ શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન વચ્ચે જમવા બાબતે માથાકૂટ થઈ હતી. ચેતને પપ્પુને માથાના ભાગે હથોડી મારી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલા શબ્બીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે ચેતન ગુપ્તાની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પીઆઈ એચ.બી. ઝાલા આ કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારબાદ તેઓની બદલી થઇ હતી અને હાલમાં તેઓ ભરૂચના દહેજમાં ફરજ બજાવી રહ્યા છે. હત્યાના આ કેસમાં આરોપી સામેની ટ્રાયલ પૂર્ણ થવા ઉપર છેકોર્ટમાં તપાસ કરનાર પીઆઈ એચ.બી. ઝાલાની જુબાની જ બાકી હતી. આ બાબતે ઝાલાને વારંવાર ફોન કરવામાં આવ્યો હતો અને સમન્સ પણ મોકલાયો હતો, પરંતુ તેઓ કોર્ટ સમક્ષ જુબાની માટે હાજર રહ્યા ન હતા. આ દરમિયાન બચાવપક્ષ તરફે વકીલ રાહુલ યાદવે દલીલો કરી હતી અને પીઆઈ સામે વોરંટ ઈસ્યુ કરવાની માંગ કરતા સેશન્સ જજ એચ.એમ.વ્યાસે પીઆઈ ઝાલાની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. લિંબાયત પોલીસના કોર્ટ ડ્યુટીના સ્ટાફે આ વોરંટ અંગે પીઆઇ ઝાલાને ટેલીફોનીક જાણ કર્યાના શેરા સાથે વોરંટ કોર્ટમાં જમા કરાવ્યું હતું. આજે આ કેસની મુદ્દતમાં પીઆઈ ઝાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની સુનાવણી દરમિયાન બપોરે ૧ વાગ્યાના અરસામાં કોર્ટે બચાવપક્ષે ટાંકીને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે નહી..? તેવો સવાલ કર્યો હતો. પીઆઈ કક્ષાના અધિકારીના કારણે સ્થાનિક પોલીસવાળા વોરંટ બજવવામાં કાચા પડયા પીઆઇ ઝાલા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયા બાદ તેની બજવણી અંગે સુરતના સ્થાનિક લિંબાયત પોલીસનો સ્ટાફ કાયો પડયો હતો. સામે પીઆઇ હોવાથી સમન્સ-નોટીસની બજવણી કરનારો સ્ટાફ જાણે કે ગભરાયો હોય તેવી રીતે માત્ર પીઆઇ ઝાલાને ટેલીફોનિક જાણ કરી હતી અને તેઓને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું. આ જ શેરા સાથે વોરંટ કોર્ટમાં જમા કરી દેવાયું હતું. આજે કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વોરંટમાં શેરા સાથે જમા કરનાર કોર્ટ ડ્યુટીને તેમજ લિંબાયતના પીઆઇને પણ તાત્કાલીક કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી
Read Full Story arrow_forward