android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત
calendar_today January 2, 2026

Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી અને અત્યંત કરુણ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. બ્લડ આપવા આવેલા એક શખ્સ અને ફરજ પરના ડોક્ટર વચ્ચે થયેલી મારામારીને કારણે સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૂળ નેપાળી અને હાલ રાજકોટમાં સારવાર લઈ રહેલા દર્દી વિનય થાપાને તાત્કાલિક બ્લડની જરૂર હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ ડોનેટ કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.જયદીપ ચાવડાએ ડો.પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતોજોકે, હોસ્પિટલ પરિસરમાં કોઈ કારણસર જયદીપ ચાવડા અને ફરજ પરના ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે જયદીપે ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. ડોક્ટર અને જયદીપ વચ્ચે થયેલી આ મારામારીને કારણે અરાજકતા સર્જાઈ હતી અને પ્રક્રિયા અટકી ગઈ હતી. આ ઝઘડાને લીધે જયદીપ ચાવડા જે હેતુ માટે આવ્યો હતો તે બ્લડ આપી શક્યો નહીં. બીજી તરફ, ગંભીર હાલતમાં રહેલા નેપાળી યુવક વિનય થાપાને સમયસર લોહી ન મળી શકતા તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું. નેપાળી દર્દી વિનય થાપાનુ સારવાર દરમિયાન મોતઆ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દર્દીના પરિવારે આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, કારણ કે સામાન્ય બોલાચાલી અને અહમની લડાઈમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત
calendar_today January 2, 2026

Mehsana: વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. દેદીયાસણ GIDC વિસ્તારમાં આવેલી બે ડેરીઓમાં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરીને નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વનસ્પતિ તેલના મિશ્રણથી પનીર બનાવી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી બે પેઢીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.દેદીયાસણ GIDCમાં ફૂડ વિભાગના દરોડામહેસાણા ફૂડ વિભાગને બાતમી મળી હતી કે દેદીયાસણ GIDC પાછળ આવેલી ડેરીઓમાં ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે જય મહાકાળી મિલ્ક ડેરી અને નમન મિલ્ક ડેરી માં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડેરીઓમાં દૂધને બદલે વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને શંકાસ્પદ પનીર તૈયાર કરવામાં આવતું હતું.2.72 લાખનો મુદ્દામાલ જપ્તફૂડ વિભાગની આ કાર્યવાહીમાં બંને ડેરીઓમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીર અને તેમાં વપરાતા વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ ₹2.72 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પનીર ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયાફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને પેઢીઓમાંથી પનીર અને તેલના નમૂના (સેમ્પલ) મેળવ્યા છે, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરીના માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોની સિઝન પહેલા ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Ahmedabad:  AMC ગાર્ડન મામલે વિવાદ, રૂ.250 કરોડના પ્રોજેક્ટમાં નિયમોના ઉલાળિયાના આક્ષેપ
calendar_today January 2, 2026

Ahmedabad: AMC ગાર્ડન મામલે વિવાદ, રૂ.250 કરોડના પ્રોજેક્ટમાં નિયમોના ઉલાળિયાના આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં કરોડો રૂપિયાના ટેન્ડર મામલે ગંભીર વિવાદ ઉભો થયો છે. શહેરના બગીચાઓની જાળવણી અને સાધન-સામગ્રી માટે બહાર પાડવામાં આવેલા ₹250 કરોડના ટેન્ડરમાં શરતોનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠતા મનપામાં ખળભળાટ મચી ગયો છે.નીલકંઠ એજન્સીના ગંભીર આક્ષેપો આ સમગ્ર મામલે નીલકંઠ એજન્સી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એજન્સીનો દાવો છે કે ટ્રેક્ટર-ટ્રોલી સહિતની મશીનરી માટે જે ₹250 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં ટેન્ડરની મૂળભૂત શરતો અને નિયમોનો સરેઆમ ઉલાળિયો કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને ચોક્કસ હિતોને સાધવા માટે નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે. એજન્સીએ આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. મનપા સત્તાધીશોનો લૂલો બચાવ આ વિવાદ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નીલકંઠ એજન્સી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. જોકે, મામલો ગંભીર હોવાથી અને કરોડોની રકમ જોડાયેલી હોવાથી, મનપા કમિશનરે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીને આ મામલે તપાસ સોંપી છે. ટેન્ડર પ્રક્રિયાના તમામ પાસાઓ અને એજન્સી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્રનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અનિયમિતતા જણાઈ નથી, પરંતુ ફરિયાદ મળી હોવાથી નિયમ મુજબ તપાસ હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad: આવતીકાલથી વટવા વિસ્તારમાં કરાશે વધુ એક મેગા ડિમોલેશન

Read Full Story arrow_forward