Uri landslide: રસ્તા પરથી પસાર થતા હતા મુસાફરો અને અચાનક જ તૂટ્યો પહાડ.. જુઓ Video
શ્રીનગરના બારામૂલામાં નેશનલ હાઇવે પર અચાનક જ અફરાતફરી મચી ગઇ. જ્યારે પહાડો પરથી એકાએક મોટા મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા. આ ઘટના કાશ્મીરના ઉરી રોડ પર બની હતી.નેશનલ હાઇવે પર લેન્ડસ્લાઇડ થતા ટ્રાફિક સંપૂર્ણ રીતે જામ થઇ ગયો હતો. લોકો તે રસ્તા પર જઇ રહ્યા હતા અને અચાનક જ આવી રીતે ભેખડો ધસી પડતા લોકો અહીં તહીં દોડવા લાગ્યા હતા. અચાનક જ તૂટ્યો પહાડ પહાડો પરથી કાટમાળ પડી રહ્યો છે. પરિણામે ઇકો પાર્ક વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે શ્રીનગર બારામૂલ્લા નેશનલ હાઇવે બંધ થઇ ગયો. જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જો કે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ સ્થાનિકોમાં ડરનો માહોલ છે. મુઘલ રોડ અને સિંથન ટોપ રોડ બંધ ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરને જમ્મુ પ્રદેશ સાથે જોડતા મુઘલ રોડ અને સિંથન ટોપ રોડ બંધ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનો માટે ખુલ્લો રહ્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે, મુસાફરોને ફક્ત દિવસ દરમિયાન હાઇવે પર મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, મુઘલ રોડ અને સિંથન રોડ બરફવર્ષાને કારણે બંધ કરવામાં આવ્યા હતા. લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી આ રસ્તાઓ સંપૂર્ણપણે ફરી ન ખોલવામાં આવે ત્યાં સુધી આ રસ્તાઓ પર મુસાફરી ન કરો. કાશ્મીર ઘાટીના શોપિયાન અને અનંતનાગ જિલ્લાઓને જમ્મુ ક્ષેત્રના પૂંછ અને કિશ્તવાડ જિલ્લાઓ સાથે જોડતા બંને રસ્તાઓ પીર કી ગલી અને સિંથન ટોપ બેલ્ટ સહિત અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરવામાં આવ્યા છે. બરફવર્ષા ઓછી થયા પછી આ રસ્તાઓ ફરીથી ખોલવામાં આવશે અને ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવશે.
Read Full Story arrow_forward