android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મનપા કચેરી બહાર હવન
calendar_today January 1, 2026

Anand: પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મનપા કચેરી બહાર હવન

કરમસદ આણંદ મહાનગરપાલિકાને એક વર્ષ પુર્ણ થતા શહેરીજનોને અનેક પ્રાથમિક સુવિદ્યાઓ મળી ન હોવાના આક્ષેપ સાથે શહેરના નાગરીક હર્ષિલ દવેએ મનપાની મુખ્ય કચેરી બહાર વર્તમાન અધિકારીઓને ભગવાન પ્રજાના કામો કરવા માટે સદ્બુદ્ધી આપે તે માટે સદ્બુદ્ધી હવન અને ગાય માતાની પૂજા કરીને અનોખી રીતે સત્તાધિશોનો વિરોધ કર્યો હતો. દવેએ મુખ્ય ગેટ પાસે બ્રાહ્મણને બોલાવીને યજ્ઞ કરતા ત્યાંથી પસાર થતા લોકોમાં બારે કુતુહલ સર્જાયુ હતું. તદ્ઉપરાંત દવે દ્વારા આક્ષેપ કરાયો છે કે મહાનગરપાલિકાના અસ્તિત્વ રચાયે એક વર્ષ પુર્ણ થયું હોવા છતા અનેક વિસ્તારોમાં લોકો પાયાની જરૂરિયાતથી વંચિત રહ્યા છે. તેઓને પીવાનું પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડની સુવિદ્યાઓ મુદ્દે તંત્ર દ્વારા ઘોર દુર્લક્ષ સેવવામાં આવ્યુ હોય અધિકારીઓને ભગવાન સદ્બુદ્ધી આપે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. તેમજ મનપા દ્વારા જે કામો એક વર્ષમાં થયા નથી તે તમામ કામો વહેલામાં વહેલી તકે ઝડપી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે સાથે ઘર વિહોણા લોકોને ઘરનું ઘર બને, ફેરી કરી ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે ખાસ તકોદારી રાખવામાં આવે, ગાય માતાની પૂજા કરીને સંદેશો આપ્યો છે કે મનપા વિસ્તારમાં ગોચરની જમીનનો અભાવ છે. જેથી ગાયો જાહેર માર્ગો ઉપર જ્યાં અને ત્યાં ફરીને ઘાસચારો આરોગી રહી છે. પાંજરાપોળમાં રાખવામાં આવતી ગાયોની તકેદારી કે સારસંભાળ રાખવામાં આવતી ન હોય ગાયોની હાલત બગડી રહી છે. તે મુદ્દે પણ અધિકારીઓએ ઘટતુ કરવું જોઇએ તેવી માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: નવા વર્ષના પહેલા દિવસે દારૂની રેલમછેલ, 80 લાખનો દારૂ જપ્ત
calendar_today January 1, 2026

Anand: નવા વર્ષના પહેલા દિવસે દારૂની રેલમછેલ, 80 લાખનો દારૂ જપ્ત

આણંદ રૂરલ પોલીસે સામરખા ગામની એચ. એલ. પટેલ હાઈસ્કુલ સામે આવેલા અજરપુરા રોડ ઉપર છાપો મારીને એક કન્ટેનરમાં મકાઈના ભુંસાની આડમાં લવાયેલો રૂ. 80.95 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 11,616 બોટલો સાથે ટ્રકચાલકને ઝડપી પાડીને કુલ રૂ. 1.01 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા રોડ ઉપર એક કન્ટેનર ટ્રકમાં મકાઈના ભુંસાની ગુણો વચ્ચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવ્યો છે અને ડ્રાઈવર ડીલીવરી લેવા આવનારની રાહ જોઈ રહ્યો છે. જેથી પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને ટ્રક કન્ટેનરમાંથી ડ્રાઈવરને ઝડપી પાડીને પુછપરછ કરતાં મકાઈના ભુંસાની ગુણો ભરેલી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે ગુણો હટાવીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેની હેરાફેર કરવા અંગેનું લાયસન્સ માંગતાં તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેનું નામઠામ પુછતાં તે ગુરૂદેવસીંગ નવાબસીંગ ગીલ (રહે. કુલા ગુરૂદ્વારાની બાજુમાં તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ)નો હોવાનું જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: બાલાસિનોર નજીક રૂપિયા 1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો
calendar_today January 1, 2026

Mahisagar: બાલાસિનોર નજીક રૂપિયા 1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

બાલાસિનોરના ભાથલા રોડ ઉપર આવેલ મુલતાનપુરા નજીક નગરપાલિકાની ડમ્પીંગ સાઇડ પર બાલાસિનોર સહિત જીલ્લા માંથી પકડાયેલા રૂ. 1.42 કરોડના દારૂનો નાશ કરાયો હતો. મહીસાગર જિલ્લાના વિવિધ 10 પોલીસ મથકો દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર ખાતે નગરપાલિકા કચરાની ડમ્પીંગ સાઇડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ દ્વારા જપ્ત કરાયેલ આ મુદ્દામાલના નિકાલ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં મહીસાગર જિલ્લામા આવતા 10 પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બાલાસિનોર ટાઉન પોલીસ મથકની 320 બોટલો (રૂ. 84,183), બાલાસિનોર તાલુકાની 1,845 બોટલો (રૂ. 4,47,489.), બાકોર ની 4, 569 બોટલો (રૂ. 35.65, 132 ) અને કોઠંબા પોલીસ મથકની 761 બોટલો (રૂ. 1,49,174) લુણાવાડા તાલુકાની 689 બોટલો (રૂ. 3,96,812) લુણાવાડા ટાઉનની 260 બોટલો (રૂ. 5,33,310) વીરપુર 1984 બોટલ (રૂ. 5,02, 550) સંતરામપુર 32,119 બોટલો (રૂ. 51,26,446) કડાણા 326 બોટલો (રૂ. 37,435) અને ડીટવાસ 11,303 (રૂ. 34,39,234)મળી કુલ 54,176 બોટલોનો નાશ કરાયો હતો. આ તમામ મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 1,42,81,765 જેટલી થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward