android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ, ધુમ્મસ અને ઠંડી વધતા લોકો તાપણાના સહારે
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ, ધુમ્મસ અને ઠંડી વધતા લોકો તાપણાના સહારે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું
calendar_today January 1, 2026

Ahmedabad News : અમદાવાદની હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું

થલતેજમાં 196 AQI, નારોલ ગામમાં 195 AQI, ઇસનપુરમાં 193 AQI, કઠવાડામાં 190 AQI, એરપોર્ટ રોડ પર 189 AQI, ગ્યાસપુર 189 AQI, ચાંદખેડામાં 190 AQI, ઉસ્માનપુરામાં 186 AQI, બોડકદેવમાં 188 AQI, બોપલમાં 189 AQI, શાહીબાગમાં 191 AQI, ઘુમામાં 188 AQI નોંધાયો છે. શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે. આ પણ વાંચો : Gandhinagar News : જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા હતા

Read Full Story arrow_forward
Gandhinagar :  રાજ્યના 5 IAS અધિકારીઓને ACS તરીકે બઢતી
calendar_today January 1, 2026

Gandhinagar : રાજ્યના 5 IAS અધિકારીઓને ACS તરીકે બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી પદે બઢતી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. આ અધિકારીઓને બઢતી બઢતી પામેલા અધિકારીઓમાં ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના કે. ખંડાર, નાણાં વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી રાજીવ ટોપનો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માનો સમાવેશ થાય છે. તેમના હાલના વિભાગોમાં જ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી સરકારી આદેશ મુજબ બઢતી બાદ તમામ અધિકારીઓને તેમના હાલના વિભાગોમાં જ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મતે, અનુભવી અધિકારીઓની નિમણૂકથી વિવિધ વિભાગોમાં નીતિ અમલ અને વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. આ પણ વાંચો----  Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

Read Full Story arrow_forward