android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો
calendar_today January 1, 2026

Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો

શહેર અને જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં વાહન ચેકિંગમાં પોલીસે ૧૬૫૫ પીધેલા શખસોને ઝડપી લીધા હતા. ૨૦૨૫ના છેલ્લા દિવસે પોલીસ દ્વારા બેથ એનલાઈઝરથી વિવિધ સ્થળે ચેકિંગ યથાવત્ રાખવામાં આવ્યું હતું. જિલ્લામાં વર્ષ ૨૦૨૫ને વિદાય અને નવા વર્ષ ૨૦૨૬ના વેલકમ માટે વિવિધ રિસોર્ટ, ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.યંગસ્ટર્સે પાર્ટીમાં ડી.જે.ને તાલે ડાન્સ કર્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ LCB અને SOGની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ સ્થળે સઘન ચેકિંગ હાથધયું હતું. જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોલીસ ખાતે પોલીસના ધાડા ઊમટી પડયાં હતાં. બીજી તરફ, વડોદરા તાલુકા પોલીસની હદના સેવાસી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાંથી શહેર પોલીસની હદમાં પ્રવેશતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોનું બેથ એનલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પીધેલા ૧૬૦૦થી વધુ લોકોને ઝડપી લીધા હતા. પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની હવા બની ઝેરીલી, થલતેજ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું

Read Full Story arrow_forward
Vav Tharad: રાણેસરી ગામે પુત્રની હત્યાના આરોપી પિતાએ કરી આત્મહત્યા
calendar_today January 1, 2026

Vav Tharad: રાણેસરી ગામે પુત્રની હત્યાના આરોપી પિતાએ કરી આત્મહત્યા

વાવ–થરાદ જિલ્લાનાં થરાદ તાલુકાના રાણેસરી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ અગાઉ પોતાના 10 વર્ષના પુત્રની હત્યાના ગુનામાં અમદાવાદ જેલમાં સજા ભોગવી રહેલા ડામરા પટેલે પેરોલ દરમિયાન આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ડામરા પટેલ તાજેતરમાં જેલમાંથી 21 દિવસના પેરોલ પર ઘરે આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ડામરા પટેલ તાજેતરમાં જેલમાંથી 21 દિવસના પેરોલ પર ઘરે આવ્યો હતો. દરમિયાનમાં તેણે પોતાના ખેતરમાં એરડાના પાક વચ્ચે જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.  પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. ઘટનાની જાણ જેલ પ્રશાસનને પણ કરવામાં આવી થરાદ પોલીસે આ મામલે એ.ડી. (અકસ્માત મોત) દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર ઘટનાની જાણ જેલ પ્રશાસનને પણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ પણ વાંચો----     LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ
calendar_today January 1, 2026

Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ

રાજ્યના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉ. કે.એલ.એન. રાવે કામગીરી શરૂ કરી દીધી છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જાતે જ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા ડૉ. કે.એલ.એન. રાવ ગાંધીનગર શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન તેમણે અલગ-અલગ સ્થળોએ પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીનું મેદાનમાં ઉતરવું પોલીસ વિભાગની સતર્કતા દર્શાવે છે.આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward