android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ
calendar_today January 1, 2026

Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

નવા વર્ષના મંગલ પ્રારંભે પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મા મહાકાળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. નિજ મંદિરમાં માતાજીને અત્યંત મનોહર અને અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો હતો. માઈભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં સુખ-શાંતિની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.સોમનાથ મહાદેવના કરો દર્શન બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ સૂર્યોદય સાથે જ હજારો ભાવિકો મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. "હર હર મહાદેવ"ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના દર્શન અને અભિષેક કરી નવા વર્ષની મંગલમય શરૂઆત કરી હતી. દ્રકાધીરના કરો દર્શ દ્વારકા નગરીમાં જગતગુરુ ભગવાન દ્વારકાધીશના મંગલા દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી હતી. કૃષ્ણભક્તિમાં લીન થઈને ભક્તો દુર-દુરથી કાળિયા ઠાકોરના દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પોતાની જાતને કૃતાર્થ માની હતી. આમ, ગુજરાતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પણ વાંચો : Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા

Read Full Story arrow_forward
Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ
calendar_today January 1, 2026

Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

આ કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યનાં ખેડૂત મિત્રોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણ અને અચાનક પડતાં વરસાદને ધ્યાને લઈ ખેતરમાં કાપણી કરેલ અથવા તૈયાર હાલતમાં રહેલાં પાક જો ખુલ્લા સ્થળે રાખેલા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે. કૃષિ ઉપજ બજાર સમિતિના વેપારીઓએ વિશેષ કાળજી રાખવી ઉપરાંત પાકનાં ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે તેમજ ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે કૃષિ ઉપજ બજાર સમિતિ (એ.પી.એમ.સી.) માં વેપારી તથા ખેડૂત મિત્રોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.ખેડૂતો ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકશે માર્કેટ યાર્ડમાં અનાજ અને ખેત પેદાશોને શેડ હેઠળ અથવા યોગ્ય રીતે ઢાંકીને સુરક્ષિત રાખવા તેમજ આ દિવસો દરમિયાન શક્ય તેટલું વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવા અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને વધુ માહિતી અથવા માર્ગદર્શનની જરૂર હોય તો પોતાનાં વિસ્તારનાં ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

Read Full Story arrow_forward
નવા વર્ષની સવાર ઝેરી હવા સાથે, દિલ્હી-NCRમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
calendar_today January 1, 2026

નવા વર્ષની સવાર ઝેરી હવા સાથે, દિલ્હી-NCRમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

નવા વર્ષની સવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે મુશ્કેલીઓ લઈને આવી છે. શહેરમાં કડકડતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૂષણ જોવા મળ્યું. ગુરુવારે સવારે દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 નોંધાઈ, જે ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. ઠંડી અને પ્રદૂષણની સંયુક્ત અસરને કારણે સવારના સમયે રસ્તાઓ પર દૃશ્યતા ઓછી રહી અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી. હવામાનની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હળવો અથવા ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સવાર દરમિયાન ઘણા વિસ્તારોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં “ઠંડા દિવસ” જેવી સ્થિતિ બની રહેવાની સંભાવના છે. 2019 પછી સૌથી વધુ ઠંડી નોંધાય બુધવારે દિલ્હીમાં 2019 પછીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. મહત્તમ તાપમાન માત્ર 14.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતા 6 ડિગ્રીથી વધુ ઓછું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડી અને પવનની ઓછી ગતિને કારણે પ્રદૂષક તત્વો વાતાવરણમાં ફસાઈ જાય છે. પરિણામે હવાની ગુણવત્તામાં તરત કોઈ સુધારો થવાની શક્યતા નથી. દિલ્હીમાં હવાની સ્થિતિ વધુ ચિંતાજનક દિલ્હી-NCRના અલગ-અલગ વિસ્તારોમાં હવાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અલીપુર વિસ્તારમાં AQI 474 નોંધાયો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દ્વારકામાં AQI 395 રહ્યો, જ્યારે સોનિયા વિહાર અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધાઈ છે. ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને ખાસ સાવધાની રાખવી પડી. NCRના અન્ય શહેરોમાં પણ પ્રદૂષણની અસર સ્પષ્ટ રીતે જોવા મળી. ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં AQI 247 નોંધાયો, જ્યારે નોઈડાના સેક્ટર-116માં AQI 228 રહ્યો. આ આંકડા દર્શાવે છે કે સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે છે. આરોગ્ય નિષ્ણાત દ્વારા ચેતવણી પ્રદૂષણ અને ઠંડીની અસર વચ્ચે, આરોગ્ય નિષ્ણાતોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, માસ્ક પહેરવું અને ગરમ કપડાંનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, આગામી કેટલાક દિવસો સુધી લોકોને ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે. આ પણ વાંચો : LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward