android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી
calendar_today January 1, 2026

Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2010 બેચના કુલ 7 વરિષ્ઠ IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતા વહીવટી તંત્રમાં વધુ પ્રતિષ્ઠા અને જવાબદારી ઉમેરાશે એવી આશા છે.બઢતી પામેલા અધિકારીઓમાં નીચેના નામો સામેલ છે બઢતી પામેલા અધિકારીઓમાં કચ્છ-ભુજના કલેક્ટર આનંદ બબુલાલ પટેલ, અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર બી.એચ. તલાટી, માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચાણી, પાટણના કલેક્ટર તુષારકુમાર વાય. ભટ્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડૉ. હાર્દિક સતીશચંદ્ર શાહ જેમને IAS (પે) રૂલ્સ-2016 હેઠળ પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકાર પાસે જ યથાવત રાખવામાં આવશે.  તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત સરકારી આદેશ અનુસાર બઢતી બાદ તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા
calendar_today January 1, 2026

Junagadh News : ગિરનારના ગઢ જીતવા યુવાશક્તિ સજ્જ, 4 જાન્યુઆરીએ યોજાશે રાજ્યકક્ષાની સ્પર્ધા

આગામી 4 જાન્યુઆરીના રોજ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યના ખૂણેખૂણેથી યુવા રમતવીરો પોતાની શક્તિ અને સ્ફૂર્તિનું પ્રદર્શન કરવા ઉમટી પડશે. આ વર્ષે સ્પર્ધા માટે કુલ 1377 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ કે અન્ય ખામીઓને કારણે 262 સ્પર્ધકોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે કુલ 1115 રમતવીરો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈ ગિરનારના ગઢ સર કરવા માટે મેદાનમાં ઉતરશે.ગિરનાર આરોહણ-અવરોહણ આ સ્પર્ધામાં ગુજરાતના 24 જેટલા વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જોવા મળશે. સમગ્ર આયોજનને સિનિયર અને જૂનિયર એમ બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો બંને ઉત્સાહભેર ભાગ લેશે. વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગિરનારના હજારો પગથિયાં પર રમતવીરોની ગતિ અને સહનશક્તિની કસોટી થશે, જે જોવા માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Ahmedabad માં થર્ટી ફર્સ્ટનો થનગનાટ, નવા વર્ષને આવકારવા DJ પાર્ટીઓના આયોજનને અપાયો આખરી ઓપ

Read Full Story arrow_forward
Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો
calendar_today January 1, 2026

Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

સુરતમાં બિલ્ડરના ઘરે કામ કરતો નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસ ચોરી ગયો હોવાની વાત સામે આવી છે, સાથે સાથે નોકર 16 રાઉન્ડ કારતૂસની ચોરી કરી ગયો હોવાની વાત સામે આવી છે, બિલ્ડરે નોકર પ્રવિણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. 16 કારતૂસ પણ નોકર સાથે લેતો ગયો વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા હિરાના વેપારી અને બિલ્ડર મનુભાઈ ઓથાની લાયસન્સ વાળી સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર સાથે ૧૬ કારતુસ ચોરી કરીને નોકર ફરાર થઈ ગયો છે. ૨૦૨૨થી નોકરી કરતા પ્રવિણ નામના યુવકને છૂટો કરતાં જ તેણે ચોરીને અંજામ આપ્યો હતો. રિવોલ્વર જેવી જોખમી જણસ નોકરની પહોંચ સુધી રાખનાર ઉદ્યોગપતિની બેદરકારી તો એ સામે આવી છે કે, તેમણે નોકરની ઓળખના પુરાવા પણ પોતાના પાસે રાખ્યા ન હતા. નોકર અગાઉ ચોરી કરતા ઝડપાતા તેને છૂટો કર્યો હતો પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ અલથાણ વેસુ કેનાલ રોડ સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા હિરા ઉધોગપતિ અને બિલ્ડર મનુભાઈ વિરજીભાઈ માંગુકીયા (મુળ રહે,ઓથા,તા.મહુવા.જિ.ભાવનગર) એ અલથાણ પોલીસ મથકમાં રિવોલ્વરની ચોરી અંગે ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ અહીં ચારેક વર્ષથી રહે છે અને એ વખતથી જ ઘરકામ માટે અગાઉનો નોકર મહેશ વતન જતાં તેની જગ્યાએ પ્રવિણ નામના યુવકને નોકરી પર રાખ્યો હતો. આધારકાર્ડ કે ઓળખના કોઈપણ પુરાવા મેળવ્યા વિના પ્રવિણ ૨૦૨૨થી અહીં નોકર હતો. ૨૦ ડિસેમ્બરે તે આ બિલ્ડરના ઘરેથી રૂ.૮૦૦૦ ની ચોરી કરતાં પકડાતાં તેને ૨૨મી તારીખે નોકરી પરથી છુટો કર્યો હતો. અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી બિહારના વતની પ્રવિણને નોકરી પરથી છુટો કરવાની સાથે જ તેણે કબાટથી મનુભાઇની સ્મિથ એન્ડ વેસન અમેરિકન કંપનીની રિવોલ્વર અને ૧૬ કારતુસ ચોરી લીધા હતા. રિવોલ્વર અને કારતુસની કિંમત રૂ.૫૦.૬૦૦ આંકવામાં આવી છે. કબાટમાંથી લાયસન્સવાળી રિવોલ્વર ગાયબ જણાયા બાદ આ અંગે મનુભાઈ ઓથાવાળાએ અલથાણ પોલીસ મથકમાં નોકર પ્રવિણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી ડી ચૌહાણે બનાવની આધારે પ્રવિણને પકડવા એક ટીમ બિહાર રવાના કરી છે. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

Read Full Story arrow_forward