android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા
calendar_today January 2, 2026

Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) માં સામેલ કરવામાં આવેલા ગામોના વિરોધનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પત્ર જાહેર કરીને HUDA માંથી 11 ગામોને સત્તાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ખેડૂતો દ્વારા લાંબા સમયથી HUDA માં સમાવેશ કરવા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે ખેડૂત પ્રતિનિધિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં HUDA ની કામગીરી સ્થગિત કરવા અને ગામોને દૂર કરવા અંગે થયેલી ચર્ચા બાદ સરકારે આ મંજૂરીની મહોર મારી છે.ખેડૂતોના વિરોધ સામે નમ્યું વહીવટી તંત્ર નવા આદેશ મુજબ, હિંમતનગર આસપાસના મહત્વના 11 ગામો જેમાં પરબડા, ધાંધા, સાવગઢ, કટવાડ, બોરિયાખુરદ, પીપલોદી, હડિયોલ, કનકોલ, બેરના, નવા અને બલવંતપુરાનો સમાવેશ થાય છે, તેમને હવે ઓથોરિટીની હદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ હતી કે ગ્રામ્ય વિસ્તારોને ઓથોરિટીમાં લેવાથી તેમની ખેતીની જમીન અને જીવનશૈલી પર અસર પડશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિરામ મુકાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

Read Full Story arrow_forward
Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ
calendar_today January 2, 2026

Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી પ્રતિષ્ઠિત આઇકેડીઆરસી (IKDRC) એટલે કે કિડની હોસ્પિટલમાં બોગસ ભરતીનો મામલો ગરમાયો છે. 'સંદેશ' ન્યૂઝ દ્વારા આ કૌભાંડ અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલના તત્કાલીન નિયામક દ્વારા નિયમોને નેવે મૂકીને ડાયાલિસીસ ટેકનિશિયન તરીકે ત્રણ કર્મચારીઓની અનિયમિત રીતે નિમણૂંક કરવામાં આવી હતી. આ અહેવાલોની ગંભીરતાને ધ્યાને લઈને તંત્રએ તાત્કાલિક અસરથી આ ત્રણેય કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો કડક નિર્ણય લીધો છે.બોગસ ભરતીનો મામલો ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે અને લાયકાતના ધોરણોનું પાલન કર્યા વગર કરવામાં આવેલી આ નિમણૂંકોએ હોસ્પિટલના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે આ ભરતીમાં યોગ્ય ભરતી સમિતિ કે જાહેરાત વગર જ મનસ્વી રીતે ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ કૌભાંડમાં અન્ય કયા મોટા અધિકારીઓની સંડોવણી છે અને ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોની ભરતી થઈ છે, તે અંગે તપાસનો વ્યાપ વધારવાની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો : Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!

Read Full Story arrow_forward
Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા
calendar_today January 2, 2026

Kutch News : કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર આરોપીઓ સામે કાર્યવાહી, બેંકના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા

અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશન (લાભ) મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગૃનો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભૂજ જીલ્લા પોલીસ. મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા ગૌતમ વિવેકાનંદન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસે એકાઉન્ટની માહિતી મેળવીને કરી કાર્યવાહી જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપિંડીના રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાની વાત સામે આવી છે. આરોપીને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા જેથી તેમના વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ. ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ પણ વાંચો : Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી

Read Full Story arrow_forward