android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો
calendar_today January 1, 2026

Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ ૬.૯૩ લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી આ મેળામાં ૭૬ જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા રૂ.૧ કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી રૂ.૪ કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.૧૫ કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી. આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.૫ કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી. ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી મેળામાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળ્યું હતું. જ્યારે ૨ લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત ૨૫,૦૦૦થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, ૧૫,૦૦૦થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના ૧૨થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો.રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન ૭ મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

Read Full Story arrow_forward
Kachchh News: બીજી જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે યોજાશે કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ
calendar_today January 1, 2026

Kachchh News: બીજી જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે યોજાશે કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ

જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા.૦૨ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.આ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી હતી. ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજન અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે,વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજકક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકળીને ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે.કલેક્ટરે ઉદ્યોગો વચ્ચે સંકલન થાય અને તે માટે બી ટુ બીબેઠકો બાબતે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બને તેમ કલેક્ટરે જણાવ્યું હતું.નાના ઉદ્યોગો, હેન્ડીક્રાફ્ટસ વગેરે સંલગ્ન યુનિટ પણ વાઈબ્રન્ટના જિલ્લાકક્ષાના પ્રોગ્રામમાં હાજર રહીને પોતાના પ્રોડક્ટ કે સેવાઓનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવા કલેક્ટરે સૂચન કર્યું હતું. પોર્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રખાશે ગાંધીધામ ખાતે તા.૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા છે. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે.કચ્છના પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઈડ્રોજન, ટુરિઝમ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટસના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ વગેરેને આમંત્રિત કરાયા છે. આ પણ વાંચોઃ Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

Read Full Story arrow_forward
Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે
calendar_today January 1, 2026

Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 જાન્યુઆરીએ રોજ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા બેઠકમાં કલેકટરે પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.ઉપરાંત કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત સ્વચ્છતા, ફાયર, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, કાયદો અને વ્યવસ્થા, પીવાનું પાણી, સહિતની બાબતો સુનિશ્ચિત કરવા સબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ પણ વાંચોઃ Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

Read Full Story arrow_forward