android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: જમવામાં ચિકનનો એક ટુકડો ઓછો મળવાના મુદ્દે થયેલી તકરારમાં પિતરાઇ ભાઇએ ભાઇનું કાસળ કાઢી નાખ્યું
calendar_today January 3, 2026

Ahmedabad: જમવામાં ચિકનનો એક ટુકડો ઓછો મળવાના મુદ્દે થયેલી તકરારમાં પિતરાઇ ભાઇએ ભાઇનું કાસળ કાઢી નાખ્યું

જમવામાં ચિકન નો એક પિસ ઓછો મળતા પિતરાઈ ભાઈ એ ભાઈની હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલા શીલજ વિસ્તારમાં બનેલા હત્યાના બનાવ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી અમદાવાદના બોપલમાં આવેલ શીલજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક જાન્યુઆરીની રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. આવાસ યોજનામાં કલરનું કામ કરતા રામુ ઉર્ફે કલ્લુ કુશવાહ ની તેના પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ જે ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ કરી છે. જમવામાં મૃતક રામુને ચિકન નો એક ટુકડો ઓછો મળતા આરોપી વિષ્ણુ સાથે તકરાર થઈ હતી જે તકરાર દરમિયાન આરોપી વિષ્ણુના હાથમાં રહેલી છરી વડે ઈજા પહોંચાડતા રામુ નું મોત નીપજ્યું હતું. જે અંગે બોપલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો હત્યાના ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહ ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક અને આરોપી જમવા બેઠા તે સમયે જમવાનું ઓછું મળતા બંને વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ વિષ્ણુએ છરી નો ઘા મારતા રામુ ને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ આરોપી મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો હતો જે અંગે પોલીસને માહિતી મળતા પોલીસે કોન્ટ્રાક્ટર ની ફરિયાદ નોંધ આરોપી વિષ્ણુની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી મધ્યપ્રદેશ મુરેના ભાગી જાય તે પહેલા જ તેની ધરપકડ કરી હત્યાના ગુનામાં વધુ કાર્યવાહી કરવામાં આવી.. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. હત્યા પહેલા મૃતક અને આરોપીએ દારૂની પાર્ટી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. જોકે પોલીસ આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી જે અંગે પોલીસની તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે અને હત્યા અંગે શું નવો ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.

Read Full Story arrow_forward
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો
calendar_today January 3, 2026

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેની વહીવટી ક્ષતિઓને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સવારે 11:00 વાગ્યે M.Sc. એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે 'કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર' વિષયની પરીક્ષા યોજાઈ હતી. જોકે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર જોયું ત્યારે તેઓ ચોંકી ગયા હતા.પ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછાયાપ્રશ્નપત્રમાં પૂછાયેલા મોટાભાગના સવાલો નિર્ધારિત અભ્યાસક્રમ અથવા વિષયની બહારના હતા. પ્રિન્ટિંગમાં થયેલી આ મોટી ભૂલને કારણે પરીક્ષા ખંડમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ ભૂલ અંગે સુપરવાઇઝર અને પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. પોતાની ભૂલ સ્વીકારીને યુનિવર્સિટી તંત્ર દ્વારા તાબડતોબ નવું પેપર તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાયો હતો અને અંતે 11:30 કલાક બાદ રિ-પ્રિન્ટ કરેલું નવું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.વિષયની બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા પરીક્ષા લેવામાં નિષ્ફળ સાબિત થયેલી ગુજરાત યુનિવર્સિટીની આ પ્રકારની બેદરકારીથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી છે. અડધો કલાક મોડું પેપર મળવાને કારણે અને શરૂઆતમાં ખોટું પેપર જોઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં મુકાયા હતા. શિક્ષણવિદો અને વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટીની આ પ્રકારની કાર્યપદ્ધતિ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad Accident Video: આઇસર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે
calendar_today January 3, 2026

Valsad Accident Video: આઇસર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે

વલસાડ જિલ્લાના અબ્રામા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા અને પસાર થતા ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, વલસાડના ધમધમતા અબ્રામા રોડ પરથી પસાર થઈ રહેલા એક આઇસર ટેમ્પોના ચાલકે અચાનક ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને મોટું નુકસાન થયું હતું. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. CCTVમાં કેદ થયા લાઈવ દ્રશ્યો આ અકસ્માતની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આઇસર ચાલકે બેદરકારીપૂર્વક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ ભેગા થઈને ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનોને રોડની સાઈડ પર ખસેડવાની કામગીરી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને આઇસર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલક નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર

Read Full Story arrow_forward