android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ
calendar_today January 1, 2026

Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એકવાર વિવાદમાં આવી છે. સામાન્ય રીતે નવા વર્ષના પ્રથમ દિવસે શાળાઓમાં રજાનો માહોલ હોય છે, પરંતુ આ વખતે સમિતિ દ્વારા 1 જાન્યુઆરીની રજા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026નું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવતા આ બાબત સામે આવી છે, જેમાં 1 જાન્યુઆરીના રોજ શાળા ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.શિક્ષણ સમિતિનો અજીબ નિર્ણય શિક્ષણ સમિતિ દ્વારા કેલેન્ડર જાહેર થયા બાદ શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવા વર્ષની ઉજવણી અને સામાજિક પ્રસંગો વચ્ચે રજા રદ થતા શૈક્ષણિક કાર્ય પર તેની કેવી અસર પડશે તે જોવાનું રહેશે. વાલીઓમાં પણ આ મામલે મૂંઝવણ છે કારણ કે કેલેન્ડર જાહેર થયા બાદ જ ખબર પડી કે શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. વહીવટી તંત્ર દ્વારા અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે, પરંતુ તહેવારના દિવસે કામના ભારણને લઈને વિવાદ વકર્યો છે. આ પણ વાંચો : Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

Read Full Story arrow_forward
Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક
calendar_today January 1, 2026

Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક

આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક શાનદાર પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શન વગર શ્રેષ્ઠ તૈયારી કરી શકે તે માટે નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. આ પ્રશ્નબેંકમાં કુલ 40 વિષયોને આવરી લેતા 80 જેટલા આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સાહિત્ય ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે પરીક્ષા પૂર્વે રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રશ્નબેંક જાહેર આ પ્રશ્નબેંક તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદભવતા પ્રશ્નોના સચોટ જવાબ આપવાનો અને તેમને પરીક્ષાની પદ્ધતિથી માહિતગાર કરવાનો છે. અનુભવી શિક્ષકોએ પાછલા વર્ષોના પ્રશ્નપત્રો અને નવા અભ્યાસક્રમનું વિશ્લેષણ કરીને આ પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે. આ પહેલથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ બોર્ડની પરીક્ષામાં વધુ સારો દેખાવ કરી શકશે. વિદ્યાર્થીઓ આ પ્રશ્નબેંકનો ઉપયોગ કરીને સ્વ-મૂલ્યાંકન પણ કરી શકશે, જેનાથી તેમની નાની-મોટી ભૂલો સુધારી શકાય. આ પણ વાંચો : Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ

Read Full Story arrow_forward
Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video
calendar_today January 1, 2026

Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video

તંત્ર દ્વારા આ સાથે ચેકીંગ દરમ્યાન ગેરરીતિ કરતા સો થી વધુ જોડાણ ધારકોને 60 લાખથી વધુની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન અંતર્ગત આવતા ત્રણ તાલુકાઓના ગામોમાં વહેલી સવારથી જ ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તંત્રએ વીજચોરીને લઈ 60 લાખનો દંડ ફટકાર્યો લીંબડી, પાણશીણા,ચુડા ગ્રામ્ય તેમજ સાયલાના ગામોમાં એક સાથે હાથ ધરાયેલ કાર્યવાહીમાં પીજીવીસીએલની 42 જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. GUVNL ડ્રાઇવ અંતર્ગત યોજાયેલ વીજ ચેકિંગમાં સાયલા શહેર, વખતપર, નવા સુદામડા, કેરાળા, મદારગઢ, ડોળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમો દ્વારા કુલ 470 જેટલા ઘર વપરાશના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 109 જોડાણોમાં ગેરરીતી બહાર આવતા તમામને મળી આશરે 60 લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ પણ વાંચો : Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video

Read Full Story arrow_forward