android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: નવરચિત શામળાજી તાલુકામાં મુખ્યમંત્રી 150 કરોડના વિકાસ કામોની ભેટ આપશે
calendar_today January 2, 2026

Aravalli: નવરચિત શામળાજી તાલુકામાં મુખ્યમંત્રી 150 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકામાં આવેલા પ્રાચીન તીર્થસ્થાન શામળાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે.તા. ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી અંદાજિત 150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. વહીવટી ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જિલ્લા વહીવટી ટીમ સાથે સ્થળની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, પુરવઠા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી અને સુચારુ આયોજન માટે તાકીદ કરવામાં આવી હતી. શામળાજી મહોત્સવ દરમિયાન ભક્તોને સુખદ અનુભવ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો

Read Full Story arrow_forward
Patan News: જિલ્લામાં PMJAY અંતર્ગત 1.28 લાખ દર્દીઓને લાભ મળ્યો, 3.15 અબજની નિઃશુલ્ક સારવાર
calendar_today January 2, 2026

Patan News: જિલ્લામાં PMJAY અંતર્ગત 1.28 લાખ દર્દીઓને લાભ મળ્યો, 3.15 અબજની નિઃશુલ્ક સારવાર

પાટણ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા એક મજબૂત સુરક્ષા કવચ મળ્યું છે. આ યોજના વર્ષ 2018થી પાટણ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી સારવારના ખર્ચથી મુક્તિ અપાવી રહી છે.જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના અંતર્ગત વર્ષ 2018થી અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 1 લાખ 28 હજારથી વધુ દર્દીઓએ વિવિધ સારવાર પેકેજ હેઠળ લાભ મેળવ્યો છે, જેમાં કુલ મળીને 3 અબજ 15 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. પાટણમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધ્યો વર્ષ 2025 દરમિયાન પણ યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ડના માધ્યમથી 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળી ચૂક્યો છે. યોજનાને વધુ સમાવેશક બનાવવા માટે 70 વર્ષથી ઉપરના વડીલો માટે વયવંદના યોજના અંતર્ગત વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં અત્યાર સુધી 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે. ગરીબ માટે મની પોકેટ બચાવતી યોજના આ યોજના હેઠળ ગરીબ પરિવારના સભ્યોને દેશની સારી અને પ્રતિષ્ઠિત ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળી રહી છે.પરિણામે મોંઘી સારવાર માટે ઘરેણાં વેચવા કે દેવામાં ફસાવાની સ્થિતિમાંથી અનેક પરિવારો બચી રહ્યા છે.ડોક્ટર વિષ્ણુ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત પાટણ જણાવે છે કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.આ યોજનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે અને તેમને ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલોમાં પણ નિઃશુલ્ક સારવાર મળી રહી છે.પાટણ જિલ્લામાં આ યોજનાને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાનો વ્યાપ વધારવાનો અમારો પ્રયત્ન રહેશે. આ પણ વાંચોઃ Surat: અમરોલીમાં ચાલુ સીટી બસમાં અચાનક આગ, બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા, તમામનો આબાદ બચાવ

Read Full Story arrow_forward
Vadodara: નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય પોલીસનું સઘન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવના 2510 કેસ
calendar_today January 2, 2026

Vadodara: નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય પોલીસનું સઘન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવના 2510 કેસ

નાતાલ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત ડ્રંક એન્ડ ડ્રાઇવ સહિત વિવિધ ગુનાઓમાં કુલ 2510 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઓવરસ્પીડિંગના 2822 કેસ દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ વડાના આદેશથી વિશેષ ટીમોની રચના 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા અસરકારક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસે દારુ પીને વાહન ચલાવતા ચાલકો તેમજ હાઇવે પર ધૂમ સ્પીડે વાહન ચલાવનારાઓ સામે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ કામગીરી માટે જિલ્લામાં અલગ-અલગ ટીમો રચી, વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ અને નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બે દિવસમાં 912 કેસ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, એટલે કે 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઇવ હેઠળ મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ 1598 કેસ સનોંધાયા હતા. ત્યારબાદ 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન વધુ 912 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2510 પર પહોંચી છે. ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી આ ઉપરાંત, હાઇવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવાના હેતુથી ડિસેમ્બર મહિના દરમિયાન સ્પીડ ગનનો ઉપયોગ કરી ઓવરસ્પીડિંગના કુલ 2822 કેસ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward