android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: આકસ્મિક દરોડામાં ખનીજચોરી કરતાં 13 વાહનો જપ્ત, 32 લાખનો દંડ ફટકારાયો
calendar_today January 1, 2026

Banaskantha: આકસ્મિક દરોડામાં ખનીજચોરી કરતાં 13 વાહનો જપ્ત, 32 લાખનો દંડ ફટકારાયો

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી આકસ્મિક રેઇડ કરી ખનીજચોરી કરતા ૧૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા અને ૩૨ લાખની દંડની કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી અંતર્ગત વડા તા.ઓગડ ખાતેથી ૫ ડમ્પર સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર વહન કરતા સીઝ કરી જપ્ત કરી અને આ મુદામાલ થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. ૧૨૬ કરોડની મહેસુલી આવક ઉભી કરાઈ અમીરગઢ તાલુકાના ચીકણવાસ ખાતેથી બિનઅધિકૃત ખનન કરતું એકસેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે તથા કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતેથી બિનઅધિકૃત સંગ્રહ સાથે સંકળાયેલ ૦૧ લોડર અને ૦૨ વાહન સહીત ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૦૭ લાખની દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૦૯ માસમાં જ બિન અધિકૃત ખનન, વહન, સંગ્રહના ૯૪૧ કેસો ઝડપી પાડીને ૧૮ કરોડથી વધુની વસુલાત કરી છે અને જીલ્લાની ચાલુ વર્ષમાં જ ૧૨૬ કરોડની મહેસુલી આવક ઉભી કરાઈ છે.આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

Read Full Story arrow_forward
Mahisagar: ઉત્તરાયણ પૂર્વે પોલીસનો સપાટો, ટીમ્બા મહોલ્લામાંથી 36,000ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ
calendar_today January 1, 2026

Mahisagar: ઉત્તરાયણ પૂર્વે પોલીસનો સપાટો, ટીમ્બા મહોલ્લામાંથી 36,000ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ

મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. બાલાસિનોર ટાઉન પોલીસે બાતમીના આધારે ટીમ્બા મહોલ્લામાં દરોડો પાડી ₹36,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 48 ફીરકા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.ચાઈનીઝ દોરીના ફીરકા સાથે આરોપીની ધરપકડજિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવા દ્વારા જાહેરનામાના ભંગ બદલ ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. જેના પગલે બાલાસિનોર પીઆઈ એ.એન. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત વોચમાં હતી. 1 જાન્યુઆરી 2026ના રોજ બાલાસિનોર ટાઉન પોલીસના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમ્બા મહોલ્લામાં મહંમદ વાકીફ મેહબુબમિયા મલેકના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરની ઉપરની ઓરડીમાં તપાસ કરતા પૂંઠાના બોક્સમાં છુપાવેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 નંગ ફીરકા મળી આવ્યા હતા.મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડપોલીસે સ્થળ પરથી ₹36,000ની કિંમતની જીવલેણ દોરીનો જથ્થો કબજે કરી આરોપી મહંમદ વાકીફની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના વેચાણ અને વપરાશ પર સખ્ત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ પણ વાંચો:ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો

Read Full Story arrow_forward
Godhara: પરવડી બાયપાસ પર કાળમુખો ટ્રક બે મકાનોમાં ઘૂસ્યો, દિવાલો ધરાશાયી થતા મોટું નુકસાન
calendar_today January 1, 2026

Godhara: પરવડી બાયપાસ પર કાળમુખો ટ્રક બે મકાનોમાં ઘૂસ્યો, દિવાલો ધરાશાયી થતા મોટું નુકસાન

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પરવડી બાયપાસ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલો એક બેકાબૂ ટ્રક રોડ સાઈડમાં આવેલા બે રહેણાંક મકાનોમાં ધડાકાભેર ઘૂસી જતાં મકાનોના સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી છે.પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સર્જ્યો આતંકમળતી માહિતી મુજબ, સિમેન્ટનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને સીધી જ બાજુમાં આવેલા બે મકાનો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે એક મકાનની દિવાલો અને ઉપરના પતરાં તૂટીને વેરવિખેર થઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અકસ્માત ઝોન બનેલો પરવડી બાયપાસઘટના સમયે મકાનમાં સભ્યો હાજર હોવા છતાં, કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર માનવામાં આવે છે. જોકે, મકાન માલિકોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટ્રકની ટક્કરથી મકાનોના પાયા અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે પરવડી બાયપાસ રોડ હવે 'ડેથ ઝોન' સમાન બની રહ્યો છે. અહીં અવારનવાર ભારે વાહનોના ચાલકો કાબૂ ગુમાવે છે અને અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ અહીં સ્પીડ બ્રેકર મૂકવા અથવા ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે.આ પણ વાંચો: ઉત્તરાયણ પૂર્વે પોલીસનો સપાટો, ટીમ્બા મહોલ્લામાંથી 36,000ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ

Read Full Story arrow_forward