Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ
સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય જયેશ પટેલની કરાયેલી હત્યાને લઈ શહેરમાં ચકચાર મચી ગઇ છે. નજીવી બાબતે વિશાલ વાઘ અને રાકેશ ગંગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છેગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી પરિવારે પોલીસ પર દબાણ બનાવ્યું છે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. પરિવારનો દાવો છે કે, જો આ ગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી. હાલ સ્વિમેર હોસ્પિટલમાં પરિવારના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. સુરત શહેરમાં આ ઘટના બાદ એક જ દિવસમાં બે હત્યાના બનાવ નોંધાઈ ચૂક્યા છે, જે સલામતીના મામલે ગંભીર ચિંતા ઉભી કરે છે. આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward