android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal : ના બજારમાં તહેવારો ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થાની માંગ
calendar_today October 16, 2026

Mandal : ના બજારમાં તહેવારો ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થાની માંગ

હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં દિવાળીનું મહાપર્વ પણ આવી રહ્યું છે ત્યારે માંડલની બજાર વિસ્તારની વર્ષો જુની ટ્રાફિકની સમસ્યા આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે. અત્રે ખંભલાય માતાજી અને વાઘેશ્વરી માતાજીના પ્રસિદ્ધ બે મોટા મંદિરો આવેલ છે અને સવારના ચારથી પાંચેક કલાક સુધી બજારમાં શાકમાર્કેટ પણ ભરાય છે. પરિણામે તહેવારોની મોસમ હોય હાલ બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. બજાર વિસ્તારમાં હાલ નવરાત્રિ પર્વે ખરીદી કરનાર ગ્રાહકો, સવારે માર્કેટમાં શાક બકાલું લેતી ગૃહિણીઓ તેમજ મંદિરોમાં આવતાં યાત્રિકજનો અને રાહદારીઓ,વાહનચાલકોના કારણે બપોર સુધીના સમયમાં ફુલ ભીડભાડ જોવા મળતી હોય છે. હજુ આગળ દુર્ગાષ્ટમી અને દશેરા સહિતના પર્વ આવશે, ત્યારે પણ ટ્રાફિક હદ્દ વગરનો રહે છે, આગામી સમયમાં દિવાળી પણ છે જેથી આ ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો,રહીશો અને દુકાનદારો ખાસ કરીને હાલાકી ભોગવી રહ્યાં છે. ટ્રાફિકને કારણે ખરીદી કરતાં આવતાં ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, શાકમાર્કેટમાં શાકભાજીના રોજીંદા વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બજાર વિસ્તારમાં હાલ તહેવાર ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે. પોલીસ તંત્ર દ્વારા બેરીકેટ ગોઠવાય, મોટા વાહનો માટે સવારના સમયમાં નિયમોનુસાર આવનજાવન થાય તેવી કાર્યવાહી થવી જરૂરી છે. દેશના ચુંટણી કમિશનર સામે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસે આ મુદ્દે બાઈક રેલી યોજી હતી. પરંતુ મંજુરી નહીં મળતાં બાઈકો સાથે કાર્યકરો લીમડાલાઈનની આડી ગલીઓમાં ઘુસી જતાં પોલીસ દોડધામમાં પડી ગઈ હતી.ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના બેનરો સાથે બાઈક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને મોડી રાત્રે 1:24 વાગ્યે પોલીસ દ્વારા નામંજુર કરવામાં આવી હોવાની જાણ કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાને કરી હતી. તેમ છતાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લીમડા લાઈન ખાતે ભેગા થયેલા કોંગ્રેસીઓએ ચારે બાજુ પોલીસ બંદોબસ્ત જોઈને કાર્યાલય સામેની ગલીમાં બાઈકો ઘુસાડીને સુત્રોચ્ચાર સાથે લીમડા લાઈનમાં ચક્કર મારતાં પોલીસ ચકરાવે ચડી ગઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : માં રાવણ દહનનો નવો અંદાજ જોવા મળશે
calendar_today October 16, 2026

Anand : માં રાવણ દહનનો નવો અંદાજ જોવા મળશે

અધર્મ પર ધર્મ પર વિજયના પર્વ સમાન વિજયાદશમીના પર્વની આણંદ જિલ્લામાં આગામી તા. 20 ઓક્ટોબરને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આણંદમાં વસવાટ કરતા પંજાબી અરોરા સમાજ દ્ધારા આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ 71માં દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં રાવણના પૂતળા દહનમાં 100 જેટલા કોલ્ડ ફાયર કરવાનો નજારો દર્શકો માટે એક નવું નજરાણું બનશે. પપ ફૂટ ઊંચા રાવણના પૂતળા દહન વખતે તેની નાભીમાં તીર મારતાની સાથે જ પૂતળાના મોં, ધડ, પગ સહિતના વિવિધ ભાગોમાંથી વિશિષ્ટ અગ્રિપ્રભાવ જોવા મળશે. પરંપરાગત ઉજવણીમાં આધુનિકતાનો રંગ ઉમેરાતા આ આયોજનની સાથે બપોરે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. જે દશેરા મહોત્સવનું વિશેષ આકર્ષણ બનશે. આણંદની જેમ પેટલાદખાતે પણ પંજાબી અરોરા સમાજ દ્ધારા મંગળવારે રાવણના પૂતળા દહન સાથે વિજયા દશમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આણંદમાં પંજાબી સમાજના આગેવાન રાકેશભાઈનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, સમયની સાથે નવી પેઢીની પસંદગી અને અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. આથી નવી જનરેશનની ઈચ્છાનુસાર કોલ્ફ ફાયરનો પ્રયોગ કરવામાં આવનાર છે. જેથી લોકોને રાવણ દહનનો એક નવો અને અનોખો નજારો જોવા મળે તેમજ તેની સાથે મનોરંજનનો પણ અનુભવ થાય. આ વખતે આશરે પપ ફૂટના વિશાળ રાવણના પૂતળાના વિવિધ ભાગોમાં કોલ્ડ ફાયર મૂકવામાં આવશે. સમગ્ર દહન પ્રક્રિયા લગભગ પોણો કલાક ચાલવાની અપેક્ષા છે. અગાઉ આના કરતા ઓછા સમયમાં જ પૂતળાનું દહન કાર્ય પૂર્ણ થઈ જતું હતું. આ સમગ્ર વિધિ અગાઉ દશેરાના દિવસે આણંદમાં પંજાબી અરોરા સમાજની વાડીએથી વાજતે ગાજતે અને રાસ, ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના વેન્ડો ચોકડી, મેફેર રોડ અને રામજી મંદિર થઈ લોટીયા ભાગોળ પહોંચનારી આ શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ અને હનુમાન સહિતના રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં સમાજના યુવાનો તથા શ્રધ્ધાળુઓ જોડાશે. વાજતે ગાજતે નીકળનાર આ શોભાયાત્રા શહેરના માર્ગો પર આકર્ષણ જમાવશે. લોટીયા ભાગોળ પહોંચ્યા બાદ ત્યાંથી બસ અને બીજા વાહનો મારફતે આ શોભાયાત્રામાં જોડાયેલ સમૂહ નાવલીખાતે અંધારિયા ચોકડી નજીક રિસોર્ટની સામેના મેદાન પાસે પહોંચશે. અહીં સાંજે 6.30 વાગ્યાના સુમારે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈ આણંદ જિલ્લાના પંજાબી અરોરા સમાજમાંદ ભારે ઉત્સાહ પ્રવર્તે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana : સતલાસણાનું ઉમરેચા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ બન્યું
calendar_today October 16, 2026

Mahesana : સતલાસણાનું ઉમરેચા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ બન્યું

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાન મંત્રી આદર્શ ગ્રામ યોજનાના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના પસંદ થયેલા નવા 24 ગામોમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો સમાવેશ થવા પામ્યો છે. અનુસૂચિત જાતીની 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા ગામની આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવતી હોય છે.પસંદગી પામેલા ગામના અનુસૂચિત જાતી વિસ્તારના વિકાસ અર્થે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. આ અંગે મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતી કલ્યાણ નાયબ નિયામક પ્રદીપ શ્રીમાળીના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા કાર્યરત કેન્દ્ર પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (પીએમએજીવાય) ફેઝ-2 અંતર્ગત વર્ષ 2025-2026 માટે રાજ્યના 12 જિલ્લાના અનુસૂચિત જાતીના 40 ટકાથી વધુ વસ્તી ધરાવતા 24 ગામોની દ્વિતીય તબક્કામાં પસંદગી થઇ છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યોજના હેઠળ પસંદ કરવામાં આવેલ ગામનો સમગ્ર રીતે વિકાસ કરવાનો છે. ગામમાં બધીજ માળખાકીય સુવિધાઓ જે સમગ્ર રીતે વિકાસ માટે જરૂરી છે, તે પુરી પાડવામાં આવતી હોય છે, તો માળખાકીય સુવિધા પુરી પાડવા માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. સતલાસણાના ઉમરેચાની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ તરીકે પસંદગી થતા કલેકટર દ્વારા ગામ માટે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward